23.3 C
Ahmedabad
Tuesday, March 3, 2026

પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે અમેરિકા પર નિશાન સાધ્યું..અમેરિકા 100 વર્ષથી દેશોને લડાવતું રહ્યું છે, યુદ્ધમાંથી કમાય છે પૈસા…


પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે અમેરિકા પર મોટું નિવેદન આપ્યું છે. ખ્વાજા આસિફે દુનિયાભરમાં થઈ રહેલી હિંસા અને યુદ્ધ અંગે અમેરિકા પર ઘણા પ્રશ્નો ઉઠાવ્યા છે.તેમણે આરોપ લગાવ્યો છે કે,, અમેરિકા છેલ્લા 100 વર્ષથી દેશોને લડાવતું રહ્યું છે. તેમણે વિશ્વભરમાં થઈ રહેલા યુદ્ધોને અમેરિકા માટે આવકનો સ્ત્રોત ગણાવ્યો છે.

ખ્વાજા આસિફના નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો..ખ્વાજા આસિફે પોતાના નિવેદનમાં કહ્યું, “અમેરિકનો દુનિયામાં દરેક જગ્યાએ યુદ્ધો કરી રહ્યા છે.. કદાચ છેલ્લા 100 વર્ષથી તેઓએ 260 યુદ્ધો લડ્યા છે.. ચીને 3 યુદ્ધો લડ્યું છે. અમેરિકા હજુ પણ પૈસા કમાઈ રહ્યું છે. લશ્કરી ઉદ્યોગ તેમના GDPનો મોટો ભાગ છે. તેથી તેમને યુદ્ધોમાં સામેલ થવું પડે છે. તેઓ દેશોને લડાવે છે….ક્યારેક અહીં, ક્યારેક ત્યાં… જ્યારે દેશો લડે છે ત્યારે તેઓ કમાય છે.”

ખ્વાજા આસિફે પોતાના નિવેદનને સાબિત કરવા માટે દેશોના ઉદાહરણો પણ આપ્યા. તેમણે કહ્યું કે અમેરિકાએ પેલેસ્ટાઇન, સીરિયા, ઇજિપ્ત અને લિબિયામાં આ કર્યું છે. આ સમૃદ્ધ દેશો હતા.. યુદ્ધને કારણે હવે તેઓ નાદાર થઈ ગયા છે..અમેરિકાએ પૈસા કમાઈ લીધા છે. તેમના આ નિવેદન બાદ, દુનિયાભરમાં ફરી એકવાર અમેરિકાની ભૂમિકા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. જ્યારે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર ભારત-પાકિસ્તાન સંઘર્ષમાં યુદ્ધવિરામનો શ્રેય લઈ રહ્યા છે..


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -