એસ.જયશંકરે કહ્યું- ભારત આતંકવાદને બિલકુલ સહન કરશે નહીં, પરમાણુ બ્લેકમેલ સામે ઝૂકશે નહીં
વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે, ભારત આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતા ધરાવે છે..ક્યારેય “પરમાણુ બ્લેકમેલ” સામે ઝૂકશે નહીં. તેમના જર્મન સમકક્ષ જોહાન વેડફુલ સાથે સંયુક્ત પત્રકાર પરિષદમાં, જયશંકરે એમ પણ કહ્યું કે,, ભારત પાકિસ્તાન સાથે ફક્ત દ્વિપક્ષીય રીતે જ વ્યવહાર કરશે..આ બાબતે કોઈ પણ બાજુથી કોઈ મૂંઝવણ ન હોવી જોઈએ.
જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ચને મળ્યા.
અગાઉ, જયશંકરે જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝને પણ મળ્યા હતા.. વાતચીતમાં કહ્યું હતું કે, ભારત દ્વિપક્ષીય વ્યૂહાત્મક ભાગીદારીને વધુ આગળ વધારવા અને વિસ્તૃત કરવા માટે જર્મન સરકાર સાથે નજીકથી કામ કરવા આતુર છે.જયશંકર નેધરલેન્ડ,ડેનમાર્ક અને જર્મનીની મુલાકાતના છેલ્લા તબક્કામાં બર્લિનમાં છે.
જયશંકરે ટ્વિટર પર લખ્યું: “આજે બર્લિનમાં ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝને મળવાનો સન્માન છે.”પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.તેમની સરકાર હેઠળ આપણી વ્યૂહાત્મક ભાગીદારી વધુ વિકસશે અને વિસ્તરશે તેવી અપેક્ષા છે.આતંકવાદ સામેની લડાઈમાં જર્મનીની એકતાની ભારત પ્રશંસા કરે છે.
તેઓ જર્મન અર્થતંત્ર અને ઉર્જા મંત્રી કેથરીના રીશેને પણ મળ્યા. જયશંકરે કહ્યું, અમે પ્રતિભા વિનિમય, ઔદ્યોગિક ભાગીદારી અને સપ્લાય ચેઇનને વધુ મજબૂત બનાવવા માટે સાથે મળીને કામ કરવાની રીતો પર ચર્ચા કરી. જયશંકરે કહ્યું કે, અમે આતંકવાદ સામે લડવા સહિત મુખ્ય વૈશ્વિક મુદ્દાઓ પર વિચારો શેર કર્યા.અનિશ્ચિત દુનિયામાં સ્થિરતા માટે આપણી વધતી ભાગીદારી મહત્વપૂર્ણ છે. આપણે સંબંધોને મજબૂત કરવા અને વિશ્વાસ વધારવા માટે પણ સાથે મળીને કામ કરીશું.
- Advertisement -
- Advertisement -