ગુજરાત પ્લેઓફમાં પહોંચ્યું, દિલ્હીને 10 વિકેટથી હરાવ્યું; સાંઈ સુદર્શન-શુભમનનું જોરદાર પ્રદર્શન..
સાઈ સુદર્શન અને શુભમન ગિલ વચ્ચેની રેકોર્ડ ભાગીદારીના આધારે, ગુજરાત ટાઇટન્સે દિલ્હી કેપિટલ્સને 10 વિકેટથી હરાવીને પ્લેઓફ માટે ક્વોલિફાય કર્યું. આ સાથે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ પણ પ્લેઓફમાં પહોંચી ગયા છે. હવે ચોથા સ્થાન માટે લડાઈ ચાલુ છે. રવિવારે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં, દિલ્હીએ કેએલ રાહુલની સદીના આધારે 20 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 199 રન બનાવ્યા. જવાબમાં, ગુજરાત ટાઇટન્સે નિર્ધારિત ઓવરોમાં એક પણ વિકેટ ગુમાવ્યા વિના 205 રન બનાવ્યા અને મેચ જીતી લીધી.
સાઈ સુદર્શને 56 બોલમાં પોતાના IPL કારકિર્દીની બીજી સદી ફટકારી હતી..
- Advertisement -
- Advertisement -