નવસારી : એસીબીની ટ્રેપમાં કોન્સ્ટેબલ રૂપિયા 40,000ની લાંચ લેતા ઝડપાયો,PSI વોન્ટેડ જાહેર કરાયા

નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં PSI અમૃતભાઇ મગનભાઇ વસાવા અને પોલીસ કર્મચારી ચિરાગકુમાર સુરેશભાઇ રાઠોડને એસીબીએ લાંચ લેતા ઝડપી પાડયા હતા…
કેસની વિગત મુજબ, ફરિયાદી પ્રોહિબિશનના કેસમાં આરોપી હતો.. અને કોર્ટમાંથી આગોતરા જામીન મેળવ્યા હતા. PSI વસાવાએ આ મામલામાં અટક અને મુક્તિની પ્રક્રિયા માટે રૂપિયા 40,000ની લાંચની માંગણી કરી હતી..આ રકમ પોલીસ કર્મચારી રાઠોડને આપવાનું સૂચન કર્યું હતું.
ફરિયાદી લાંચ આપવાથી ઇન્કાર કરીને ACBનો સંપર્ક કર્યો હતો..છટકાની કામગીરી દરમિયાન પોલીસ કર્મચારી રાઠોડ લાંચની રકમ લેતા રંગેહાથ ઝડપાઇ ગયા હતા.. જોકે PSI વસાવા ઘટનાસ્થળે હાજર ન હતા.
આ કામગીરી ACB સુરત એકમના પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર. સક્સેનાના માર્ગદર્શન હેઠળ અને મદદનીશ નિયામક આર.આર.ચૌધરીના સુપરવિઝન હેઠળ કરવામાં આવી હતી..તપાસ દરમિયાન જાણવા મળ્યું કે બંને આરોપીઓએ પરસ્પર સહકારથી આ ગુનો આચર્યો હતો..જેથી PSIને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતો.
- Advertisement -
- Advertisement -