પાકિસ્તાની સેના વિરુદ્ધ ઓપરેશન હેરોફ… BLAનો દાવો,,51 લશ્કરી ઠેકાણાઓ પર 71 હુમલા

બલુચિસ્તાન પ્રાંત સક્રિય આતંકવાદી સંગઠન બલોચ લિબરેશન આર્મી (BLA) તરફથી ભારે મારનો સામનો કરી રહ્યું છે.. બળવાખોરોએ ‘ઓપરેશન હેરોફ’ હેઠળ પાકિસ્તાની સેનાના 51 સ્થળો પર 71 હુમલા કર્યા હોવાનો દાવો કર્યો છે..સંગઠને તેને દક્ષિણ એશિયામાં “એક નવા ક્રમની શરૂઆત” તરીકે વર્ણવ્યું છે..પોતાને આ ક્ષેત્રમાં “નિર્ણાયક પક્ષ” તરીકે વર્ણવ્યું છે..ભારત સહિત વિશ્વને પાકિસ્તાનને આતંકવાદી સંગઠન જાહેર કરવાની અપીલ કરવામાં આવી છે.
આ હુમલાઓ કેચ, પંજગુર, માસ્તુંગ, ક્વેટા અને નુશ્કી જિલ્લામાં કરવામાં આવ્યા હતા..આ હુમલાઓમાં લશ્કરી કાફલાઓ પર હુમલો, IED (બોમ્બ) વિસ્ફોટ, ગુપ્તચર કેન્દ્રો અને ચોકીઓ પર દરોડા, લક્ષ્ય હત્યા અને ધરપકડનો સમાવેશ થાય છે.
BLA એ કહ્યું- અમે પાકિસ્તાનના કઠપૂતળી નથી..
BLA પ્રવક્તા ઝિયાંદ બલોચે એક નિવેદનમાં જણાવ્યું કે,”BLA ન તો કોઈ વિદેશી શક્તિની કઠપૂતળી છે કે ન તો મૂક પ્રેક્ષક છે.. અમે બલૂચ રાષ્ટ્ર માટે નિર્ણાયક લડાઈ લડી રહ્યા છીએ.” તેમણે કહ્યું કે,, આ ઓપરેશન પાકિસ્તાનની લશ્કરી હાજરીને પડકારવા અને બલુચિસ્તાનની સ્વતંત્રતા પ્રાપ્ત કરવા તરફ એક “વ્યવહારિક પગલું” હતું.
ભારત અને વિશ્વને અપીલ
BLAએ ભારત સહિત આંતરરાષ્ટ્રીય સમુદાય પાસે પાકિસ્તાનને “આતંકવાદી રાજ્ય” જાહેર કરવા અને તેની સામે નિર્ણાયક પગલાં લેવાની માંગ કરી. કહ્યું કે જો પાકિસ્તાનને આ રીતે સહન કરવામાં આવતું રહેશે… તો તેની હાજરી સમગ્ર વિશ્વ માટે ખતરો બની શકે છે.
- Advertisement -
- Advertisement -