26.2 C
Ahmedabad
Thursday, March 5, 2026

યુદ્ધ કોઈ રોમેન્ટિક વસ્તુ નથી,,કે તે કોઈ બોલીવુડ ફિલ્મ નથી…ભૂતપૂર્વ ભારતીય સેના પ્રમુખ


પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલ લશ્કરી ગતિરોધ હવે સમાપ્ત થઈ છે. ભારતે પાકિસ્તાન અને તેના સંલગ્ન આતંકવાદી સંગઠનોને એક એવો પાઠ શીખવ્યો છે જે તેઓ હંમેશા યાદ રાખશે.પાકિસ્તાનની અપીલ બાદ બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ અંગે સમજૂતી થઈ છે. જો કે સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં યુઝર્સે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષને રોકવાના નિર્ણય પર પ્રશ્નો ઉભા કર્યા… ભૂતપૂર્વ ભારતીય સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણેએ આ મુદ્દે કંઈક મોટી વાત કહી છે. જનરલ નરવણેએ કહ્યું છે કે.. યુદ્ધ ન તો રોમેન્ટિક છે કે ન તો બોલિવૂડ ફિલ્મ.

ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણે રવિવારે પુણેમાં એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા.આ દરમિયાન તેમણે કહ્યું કે જો તેમને આદેશ મળશે તો તેઓ યુદ્ધ માટે તૈયાર રહેશે… પરંતુ તેમની પહેલી પ્રાથમિકતા હંમેશા રાજદ્વારી રહેશે. ભૂતપૂર્વ આર્મી ચીફે વધુમાં કહ્યું કે જ્યારે તોપખાનાના ગોળા પડે છે..ત્યારે સરહદની નજીક રહેતા લોકો, ખાસ કરીને બાળકોને આશ્રય લેવા માટે દોડવું પડે છે. આનાથી તેમના હૃદયમાં ઊંડી પીડા થાય છે

જનરલ નરવણેએ વધુમાં કહ્યું કે “યુદ્ધ કોઈ રોમેન્ટિક વસ્તુ નથી. આ તમારી બોલીવુડ ફિલ્મ નથી. તે એક ગંભીર વિષય છે. યુદ્ધ કે હિંસા એ છેલ્લો વિકલ્પ હોવો જોઈએ. આપણા વડાપ્રધાને એમ પણ કહ્યું છે કે આ યુદ્ધનો યુગ નથી. ભલે ગેરવાજબી લોકો આપણા પર યુદ્ધ લાદે, આપણે તેનું સ્વાગત ન કરવું જોઈએ. છતાં લોકો પૂછી રહ્યા છે કે આપણે અત્યાર સુધી સંપૂર્ણ તાકાતથી યુદ્ધ કેમ નથી લડ્યું. એક સૈનિક તરીકે, જો આદેશ આપવામાં આવે તો હું યુદ્ધમાં જઈશ.. પરંતુ તે મારી પહેલી પસંદગી નહીં હોય.”

જનરલ નરવણેએ કહ્યું કે,, તેમની પહેલી પસંદગી રાજદ્વારી હશે. આ વિવાદનો ઉકેલ વાતચીત દ્વારા લાવવો જોઈએ.. તે સશસ્ત્ર સંઘર્ષ તરફ દોરી ન જવો જોઈએ. નરવણેએ વધુમાં કહ્યું કે, “રાષ્ટ્રીય સુરક્ષામાં આપણે બધા સમાન હિસ્સેદાર છીએ. આપણે ફક્ત બે દેશો વચ્ચે જ નહીં, પરંતુ આપણી જાત, આપણા પરિવારો, રાજ્યો, પ્રદેશો અને સમુદાયો વચ્ચે પણ વાતચીત દ્વારા વિવાદોનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવો જોઈએ.” નરવણેએ કહ્યું કે,, હિંસા એ કોઈ પણ સમસ્યાનો ઉકેલ નથી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -