ભારતે પાકિસ્તાનના શક્તિશાળી F-16 અને 2 JF-17 તોડી પાડ્યા, સરહદી વિસ્તારોમાં બ્લેકઆઉટ

ગુરુવારે રાત્રે પાકિસ્તાને જમ્મુમાં એરસ્ટ્રીપ પર રોકેટ છોડ્યું હતું…પરંતુ ભારતે આ હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. ભારતના S-400 એ 8 પાકિસ્તાની મિસાઇલો તોડી પાડી…એટલું જ નહીં, ભારતે પાકિસ્તાનના 2 JF-17 અને એક F-16 જેટને પણ તોડી પાડ્યા છે. જોકે, પાકિસ્તાને સાંબામાં ભારે ગોળીબાર કર્યો છે.
પાકિસ્તાની હુમલાને ધ્યાનમાં રાખીને જમ્મુના આરએસપુરા વિસ્તારમાં બ્લેકઆઉટ લાદવામાં આવ્યો છે.. અહીં સતત સાયરન વાગી રહ્યા છે. જમ્મુ શહેરમાં મોબાઇલ નેટવર્ક પણ કામ કરી રહ્યા નથી.સતવારી કેમ્પ પર હુમલાના સમાચાર છે. બીજી તરફ કુપવાડામાં પણ ભારે ગોળીબાર થયો છે.તંગધારમાં પણ ભારે મોર્ટાર ગોળીબાર થયો છે. પૂંછ અને રાજૌરીમાં પણ ભારે ગોળીબાર ચાલી રહ્યો છે.
ભારતીય વાયુ સંરક્ષણ દળે ઘણા મહત્વપૂર્ણ સ્થળોએ સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ સિસ્ટમ (હાઇ-એન્ડ SAM યુનિટ્સ) તૈનાત કરી છે..પાકિસ્તાની હુમલાઓનો સતત જવાબ આપી રહ્યા છે. આ સિસ્ટમ જમ્મુ એરપોર્ટ નજીક,, પઠાણકોટ નજીક, અખનૂર સેક્ટર અને સાંબા વિસ્તારમાં તૈનાત કરવામાં આવી છે.જમ્મુ એરપોર્ટ પરથી ફાઇટર જેટ્સે ઉડાન ભરી છે.
પાકિસ્તાન પર હુમલો કરવા માટે રાજસ્થાનથી લડાકુ વિમાનો ઉડાન ભરી ચૂક્યા છે. ભારતે લાહોર પર મોટો હુમલો કર્યો છે. જમ્મુ-શ્રીનગર હાઇવે પર મોટા વિસ્ફોટ થયા છે.ઉરી સેક્ટરમાં ભારે ગોળીબાર થઈ રહ્યો છે. ભારત દ્વારા 4 એન્ટી-ડ્રોન સિસ્ટમ સક્રિય કરવામાં આવી છે. શ્રીનગરમાં અંધારપટ છે.
- Advertisement -
- Advertisement -