36.9 C
Ahmedabad
Thursday, March 5, 2026

ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે સાઉદી અરબના મંત્રી અદેલ અલીજુબેર અચાનક દિલ્હી પહોંચ્યા, ઈરાની વિદેશ મંત્રી પણ આવ્યા


ઓપરેશન સિંદૂર પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે. વિશ્વભરના દેશો શાંતિ માટે અપીલ કરી રહ્યા છે.ત્યારે સાઉદી અરેબિયાના વિદેશ રાજ્યમંત્રી અદેલ અલીજુબેર અચાનક દિલ્હી પહોંચી ગયા છે. સાઉદી અરબના મંત્રીની આ મુલાકાતને ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઓછો કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે. સાઉદી અરેબિયાના મંત્રીએ નવી દિલ્હીમાં ભારતના વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકરને મળ્યા હતા..

વિદેશ મંત્રી એસ. જયશંકરે સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું, ‘આજે સવારે સાઉદી અરેબિયાના વિદેશ રાજ્યમંત્રી અદેલ અલજુબેર સાથે સારી મુલાકાત થઈ.’ આતંકવાદ સામે મજબૂતીથી લડવા અંગે ભારતના દ્રષ્ટિકોણને શેર કર્યો. સાઉદી અરેબિયાના વિદેશ રાજ્યમંત્રી ઉપરાંત ઈરાનના વિદેશમંત્રી પણ ભારતની મુલાકાતે પહોંચ્યા છે.ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી બુધવારે મધ્યરાત્રિએ નવી દિલ્હી પહોંચ્યા હતા…અરાઘચી અને ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર વચ્ચે પણ મુલાકાતનું આયોટજન કરવામાં આવ્યું હતુ..


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -