કેદારનાથ : રહસ્યમય બીમારીથી 14 ઘોડા અને ખચ્ચરના મોત,24 કલાકનો પ્રતિબંધ

ઉત્તરાખંડના પ્રખ્યાત યાત્રાધામ કેદારનાથ માર્ગ પર છેલ્લા બે દિવસમાં 14 ઘોડા અને ખચ્ચર એક રહસ્યમય રોગને કારણે મૃત્યુ પામ્યા છે.સાવચેતીના પગલા તરીકે, રાજ્ય સરકારે ઘોડા અને ખચ્ચરના ઉપયોગ પર 24 કલાકનો પ્રતિબંધ લાદ્યો છે.
પશુપાલન વિભાગના સચિવે જણાવ્યું કે 4 મેના રોજ રૂટ પર આઠ ઘોડા અને ખચ્ચર મૃત્યુ પામ્યા હતા.. જ્યારે બીજા દિવસે છ મૃત્યુ પામ્યા..તેમણે કહ્યું કે, કેન્દ્રના નિષ્ણાતોની એક ટીમ આટલી મોટી સંખ્યામાં પ્રાણીઓના મૃત્યુ પાછળનું કારણ જાણવા માટે પ્રાણીઓની તપાસ કરવા આવશે.
બેક્ટેરિયલ ચેપની શંકા
અધિકારીએ જણાવ્યું કે કોઈ બેક્ટેરિયલ ચેપ હોવાની શંકા છે. હિમાલયના મંદિર સુધી યાત્રાળુઓને લઈ જવા માટે ઘોડા અને ખચ્ચરનો ઉપયોગ કરવામાં આવે છે. અશ્વ ઈન્ફલ્યુએન્ઝા મૃત્યુનું કારણની શક્યતાને સંપૂર્ણપણે નકારી શકાય નહીં.
તેમણે કહ્યું, ‘કેન્દ્રના નિષ્ણાતોની ટીમ દ્વારા તેમની તપાસ કર્યા પછી જ મૃત્યુનું સાચું કારણ જાણી શકાશે.’ હાલમાં કેદારનાથ રૂટ પર ઘોડા અને ખચ્ચરના ઉપયોગ પર 24 કલાકનો પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
152 ઘોડાઓનો રિપોર્ટ પોઝિટિવ
4 એપ્રિલના રોજ સૌપ્રથમ અશ્વ ઈન્ફલ્યુએન્ઝાનો કેસ નોંધાયો હતો..૩૦ એપ્રિલ સુધીમાં 16,000 ઘોડાઓના નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું..તેમાંથી 152 ઘોડાઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પરંતુ RTPCR ટેસ્ટમાં તેમના સેમ્પલનો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો હતો…
નકારાત્મક પરીક્ષણ કરનારા ઘોડા અને ખચ્ચરોને જ પ્રવેશ
જ્યારે 24 કલાકનો પ્રતિબંધ હટાવવામાં આવશે, ત્યારે ફક્ત નકારાત્મક પરીક્ષણ કરનારા ઘોડા અને ખચ્ચરને જ યાત્રા માર્ગ પર ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે. અધિકારીએ જણાવ્યું હતું કે, જે લોકો ચેપ લાગ્યાના 15-16 દિવસ પછી બેક્ટેરિયલ ચેપમાંથી સ્વસ્થ થયા છે.. તેમને પણ મંજૂરી આપવામાં આવશે.
- Advertisement -
- Advertisement -