રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી જાહેર કરી નિવૃત્તિ, વનડે રમવાનું યથાવત..

ભારતીય ટીમના નિયમિત કેપ્ટન રોહિત શર્માએ તાત્કાલિક અસરથી ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. સૌથી લાંબા ફોર્મેટમાં તેના ભવિષ્ય અંગેની અટકળોનો અંત આવી ગયો છે. રોહિત ટેસ્ટ ફોર્મેટમાં ભારતનો સૌથી સફળ બેટ્સમેન છે.. જેણે 67 ટેસ્ટ મેચોમાં 40.57 ની સરેરાશથી 12 સદી અને 18 અડધી સદીની મદદથી 4,301 રન બનાવ્યા છે.
રોહિતે ઇન્સ્ટા સ્ટોરી પર પોતાની ટેસ્ટ કેપની તસવીર શેર કરીને કેપ્શનમાં લખ્યું – હું તમારા બધા મિત્રોને કહેવા માંગુ છું કે હું ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું. આ ફોર્મેટમાં મારા દેશનું પ્રતિનિધિત્વ કરવું મારા માટે ખૂબ જ ગર્વની વાત છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હું ભારત માટે વનડેમાં રમવાનું ચાલુ રાખીશ.
રોહિતે T-20માંથી નિવૃત્તિ લીધી
ભારતને T-20 વર્લ્ડ કપ 2024 ના ખિતાબ તરફ દોરી ગયા બાદ રોહિત શર્માએ વિરાટ કોહલી સાથે મળીને આ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી…ભારતે દક્ષિણ આફ્રિકાને સાત રને હરાવીને આ ખિતાબ જીત્યો હતો…ભારતીય ટીમને બીજી વખત T-20 વર્લ્ડ કપ ટાઇટલ અપાવ્યા બાદ બંને દિગ્ગજોએ T-20માંથી નિવૃત્તિ લઈને બધાને ચોંકાવી દીધા હતા.. હવે 38 વર્ષીય બેટ્સમેને લાંબા ફોર્મેટના ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. હવે તે ફક્ત વનડેમાં ભારતનું નેતૃત્વ કરતો જોવા મળશે.
ઇંગ્લેન્ડ શ્રેણી માટે ભારતને નવો ટેસ્ટ કેપ્ટન મળશે
રોહિતના ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ ભારતીય ટીમને ઇંગ્લેન્ડ પ્રવાસ પર નવો ટેસ્ટ કેપ્ટન મળશે. આ રેસમાં જસપ્રીત બુમરાહ, કેએલ રાહુલ, શુભમન ગિલ અને ઋષભ પંત આગળ છે. આ શ્રેણી જૂનમાં શરૂ થશે.
રોહિત ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો હતો
2024-25 સીઝન દરમિયાન રોહિત મુશ્કેલ સમયમાંથી પસાર થયો. તેણે 15 મેચમાં 10.83 ની સરેરાશથી 164 રન બનાવ્યા હતા.. બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ સામેની ઘરઆંગણેની શ્રેણી દરમિયાન રોહિત ખરાબ ફોર્મમાં હતો. તે પુત્રના જન્મને કારણે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પહેલી મેચમાં રમ્યો ન હતો. એડિલેડમાં બીજી ટેસ્ટ દરમિયાન જ્યારે રોહિત પાછો ફર્યો, ત્યારે તેણે ઇનિંગની શરૂઆત કરી નહીં અને યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલને ઇનિંગની શરૂઆત કરવા મોકલ્યા. રોહિતની ગેરહાજરીમાં, યશસ્વી અને રાહુલની જોડીએ પ્રથમ ટેસ્ટમાં 201 રનની ભાગીદારી કરી હતી.
રોહિત છઠ્ઠા નંબરે બેટિંગ કરવા આવ્યો પણ સંઘર્ષ કરતો જોવા મળ્યો. બ્રિસ્બેનમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં તેણે ફક્ત 10 રન બનાવ્યા હતા. ત્યારબાદ રોહિત ટોચના ક્રમમાં પાછો ફર્યો… પરંતુ ત્યાં પણ નિષ્ફળ ગયો હતો.. મેલબોર્ન ટેસ્ટમાં તેણે ત્રણ અને નવ રન બનાવ્યા હતા. શુભમન ગિલને ચોથી ટેસ્ટમાંથી બહાર કરવામાં આવ્યો હતો.. ત્યારબાદ પાંચમી ટેસ્ટ માટે રોહિતની જગ્યાએ પાછો ફર્યો હતો.
- Advertisement -
- Advertisement -