પૂંછમાં પાકિસ્તાની સેનાના ગોળીબારમાં 6 લોકોના મોત,, 20 થી વધુ ઘાયલ..સૈનિકોએ વળતો પ્રહાર કર્યો..

પાકિસ્તાની સેનાએ જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ પર આખી રાત ભારે ગોળીબાર કર્યો હતો…પૂંછ, રાજૌરી અને ઉરીમાં પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં 6 લોકોનાં મોત થયાં હતા. જ્યારે 20 થી વધુ લોકો ઘાયલ થયા હતા..આ ગોળીબારમાં ઘરોને પણ નુકસાન થયું છે.. ઘણા વાહનો સળગાવી દેવામાં આવ્યા હતા. પાકિસ્તાની સેનાએ ઉત્તર કાશ્મીરના તંગધારમાં નિયંત્રણ રેખા નજીક કાશ્મીરના નાગરિકોને નિશાન બનાવ્યા હતા… તોપમારાથી એક કાશ્મીરી નાગરિકનું આખું ઘર બળીને રાખ થઈ ગયું હતુ..
સંરક્ષણ સૂત્રોએ બુધવારે જણાવ્યું કે,, ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં નવ આતંકવાદી છાવણીઓ પર મિસાઇલ હુમલા કર્યા બાદ પાકિસ્તાની સેનાએ યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું. ભારતીય સેનાએ પણ જવાબ આપ્યો…
સૂત્રોએ જણાવ્યું હતું કે,, 6 અને 7 મેની રાત્રે પાકિસ્તાની સેનાએ નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ પરની ચોકીઓ પરથી જમ્મુ અને કાશ્મીરના ઘણા વિસ્તારોમાં ભારે ગોળીબાર કર્યો હતો. તંગધારમાં નિયંત્રણ રેખા પાસે અંધાધૂંધ ગોળીબાર થયો હતો..
અધિકારીઓએ જણાવ્યું કે,, પૂંછમાં ગોળીબારમાં માર્યા ગયેલા નાગરિકોમાં એક મહિલાનો સમાવેશ થાય છે… જેનું ઘર પૂંછ જિલ્લાના માનકોટ વિસ્તારમાં મોર્ટાર શેલથી અથડાયું હતું.તેઓની 13 વર્ષની દીકરી પણ ઘાયલ થઈ હતી.તેઓએ કહ્યું કે,, પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ભારે ગોળીબારમાં પૂંછના વિવિધ સેક્ટરમાં 12 અન્ય નાગરિકો પણ ઘાયલ થયા હતા..જેમની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે. રાજૌરીના થાંડિકાસીમાં પાકિસ્તાનના ગોળીબારમાં બે મહિલાઓ સહિત ચાર લોકો ઘાયલ થયાના અહેવાલ છે. મંગળવારે અને બુધવારની મધ્યરાત્રિએ પાકિસ્તાની સેના દ્વારા ઉરી સેક્ટરમાં ભારે ગોળીબાર કરવામાં આવ્યો હતો…આ ગોળીબારમાં ત્રણ બાળકો સહિત ઓછામાં ઓછા 10 નાગરિકો ઘાયલ થયા હતા.. અને અનેક મકાનોને પણ નુકસાન થયું હતું.
- Advertisement -
- Advertisement -