ભારતમાં PM શાહબાઝનું યુટ્યુબ એકાઉન્ટ બ્લોક, ઘણા ક્રિકેટરોના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ થયા બ્લોક

કેન્દ્ર સરકારે શુક્રવારે ભારતમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફની સત્તાવાર યુટ્યુબ ચેનલને બ્લોક કરી દીધી હતી… આ સંદેશ હવે ચેનલ પર દેખાય છે – ‘રાષ્ટ્રીય સુરક્ષા અથવા જાહેર વ્યવસ્થા સંબંધિત સરકારી આદેશોને કારણે આ સામગ્રી આ દેશમાં ઉપલબ્ધ નથી.’
શાહબાઝ શરીફની ચેનલ ભારત સરકાર દ્વારા બ્લોક કરાયેલું અત્યાર સુધીનું સૌથી હાઇ-પ્રોફાઇલ એકાઉન્ટ છે. આ પહેલા પાકિસ્તાનના નાણામંત્રી ખ્વાજા આસિફ અને સેનાની મીડિયા વિંગ ISPRના એકાઉન્ટ પણ બ્લોક કરવામાં આવ્યા છે. સરકારે માત્ર રાજકારણીઓ સામે જ નહીં… પરંતુ પાકિસ્તાની ખેલાડીઓ, સોશિયલ મીડિયા પ્રભાવકો અને ન્યૂઝ ચેનલોના એકાઉન્ટ્સ પર પણ કાર્યવાહી કરી છે.
22 એપ્રિલે આતંકવાદીઓએ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના પહેલગામ પર હુમલો કર્યો હતો… આ હુમલામાં 26 નાગરિકોના મોત થયા હતા..જેમાં મોટાભાગના પ્રવાસીઓ હતા.ત્યારબાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે…પાકિસ્તાન દ્વારા ફેલાવવામાં આવી રહેલી અફવાઓ અને પ્રચારને રોકવા માટે ભારત સરકારે આ પગલું લીધું છે.
માહિતી અને પ્રસારણ મંત્રાલયે અનેક પાકિસ્તાની યુટ્યુબ ચેનલો અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને બ્લોક કરવાનો આદેશ આપ્યો છે… જે ભારતની સાર્વભૌમત્વ અને જાહેર વ્યવસ્થાને અસર કરવા માટે ભ્રામક સામગ્રી ફેલાવી રહ્યા છે.
જેના એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યા છે તેમાં કોણ કોણ છે..
પત્રકાર આરઝૂ કાઝમી
શાહિદ આફ્રિદીની યુટ્યુબ ચેનલ
ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શોએબ અખ્તર
ઓલિમ્પિયન અરશદ નદીમનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ
કોમેન્ટેટર સૈયદ મુઝમ્મિલ શાહ
આ સિવાય દુનિયા મેરે આગે, ગુલામ નબી મદની, હકીકત ટીવી અને હકીકત ટીવી 2.0 જેવી ચેનલોને પણ ભારતમાં બ્લોક કરી દેવામાં આવી છે. આ ઉપરાંત 30 એપ્રિલે પાકિસ્તાની અભિનેત્રીઓ હાનિયા આમિર અને માહિરા ખાનના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પણ ભારતમાં બ્લોક કરવામાં આવ્યા હતા.
સરકારે માહિતી ટેકનોલોજી કાયદા હેઠળ કટોકટીની સત્તાઓનો ઉપયોગ કરીને આ કાર્યવાહી કરી છે. આ ચેનલો અને એકાઉન્ટ્સ પાકિસ્તાન સ્થિત નેટવર્કનો ભાગ હોવાનું માનવામાં આવતું હતું.. જે ભારતીય સેના, કાશ્મીર અને ભારતની વિદેશ નીતિ જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર જૂઠાણા અને અફવાઓ ફેલાવી રહી હતી..
- Advertisement -
- Advertisement -