31.4 C
Ahmedabad
Wednesday, March 4, 2026

કેરળ: PM મોદીએ રૂ.8,900 કરોડના ખર્ચે બનેલુ વિઝિંજામ બંદર દેશને કર્યું સમર્પિત


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કેરળના લોકોને 8,900 કરોડ રૂપિયાની ભેટ આપી હતી.. હજારો કરોડના ખર્ચે બનેલા ‘વિઝિંજામ ઇન્ટરનેશનલ ડીપવોટર મલ્ટીપર્પઝ સીપોર્ટ’ રાષ્ટ્રને સમર્પિત કર્યું હતુ.. મુખ્યમંત્રી પિનરાઈ વિજયન પણ હાજર હતા. કેરળ સરકારનો આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) દ્વારા જાહેર-ખાનગી ભાગીદારી હેઠળ વિકસાવવામાં આવ્યો છે.

પીએમ મોદીએ કહ્યું કે,, વિશ્વના મોટા માલવાહક જહાજો અહીં સરળતાથી આવી શકશે. અત્યાર સુધી ભારતના 75 ટકા ટ્રાન્સશિપમેન્ટ દેશની બહારના બંદરો પર થતા હતા.. જેના કારણે ભારે નુકસાન થયું છે. આ પરિસ્થિતિ હવે બદલાશે. હવે દેશના પૈસા દેશ માટે ઉપયોગી થશે. જે પૈસા પહેલા વિદેશ જતા હતા.. તે હવે કેરળ અને વિઝિંજામના લોકો માટે નવી તકો લાવશે.

પીએમ મોદીએ કહ્યું કે આજે ભગવાન આદી શંકરાચાર્યની જન્મજયંતિ છે. ત્રણ વર્ષ પહેલાં સપ્ટેમ્બરમા  મને તેમના જન્મસ્થળની મુલાકાત લેવાનો લહાવો મળ્યો હતો. આદી શંકરાચાર્યએ કેરળ છોડીને દેશના વિવિધ ખૂણામાં મઠો સ્થાપીને રાષ્ટ્રની ચેતના જાગૃત કરી હતી.. આ શુભ પ્રસંગે હું તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.

તેમણે કહ્યું કે,, ગુલામી પહેલા આપણા ભારતે હજારો વર્ષ સમૃદ્ધિ જોઈ હતી. એક સમયે વૈશ્વિક GDPમાં ભારતનો મોટો હિસ્સો હતો. તે સમયે આપણને અન્ય દેશોથી અલગ બનાવતી બાબત આપણી દરિયાઈ ક્ષમતાઓ અને આપણા બંદર શહેરોની આર્થિક પ્રવૃત્તિ હતી. આમાં કેરળનો મોટો ફાળો હતો.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -