દિલ્હી-એનસીઆરમાં આંધી સાથે ભારે વરસાદ; યુપી-હરિયાણા સહિત ઘણા રાજ્યો માટે યલો એલર્ટ

દેશના ઘણા રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી તીવ્ર ગરમી અને ગરમીના મોજા બાદ હવે ચોમાસા પહેલાની ગતિવિધિઓ શરૂ થતાં રાહતની આશા છે..શુક્રવારે સવારે રાષ્ટ્રીય રાજધાનીમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે લોકોને ગરમીથી રાહત મળી હતી.ભારતીય હવામાન વિભાગે દિલ્હીમાં 70-80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડા સાથે ભારે પવન ફૂંકવાની આગાહી પણ કરી છે.
ભારતીય હવામાન વિભાગે થોડા દિવસો સુધી દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, ઝારખંડ, રાજસ્થાન, બિહાર અને કેટલાક અન્ય રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદની શક્યતા વ્યકત કરી છે. દિલ્હી-એનસીઆરમાં 4 મે સુધી ભારે વાવાઝોડા અને વરસાદની આગાહી કરવામાં આવી છે.ઘણા વિસ્તારોમાં સામાન્ય કરતા વધુ તાપમાન અને ઘણા વિસ્તારોમાં ગરમીનું મોજું ફરી વળવાની પણ શક્યતા છે.
ઘણા રાજ્યોના તાપમાનમાં ઘટાડો અને ગરમ પવનોથી રાહત મળવાની અપેક્ષા છે. 4 મે સુધી દિલ્હી, નોઈડા, ગુરુગ્રામ, ફરીદાબાદ અને ગાઝિયાબાદમાં ભારે વાવાઝોડા અને વરસાદની આગાહી છે. લોકોને સતર્ક રહેવા અને ખરાબ હવામાન દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી છે. ઉત્તરાખંડમાં 5 મે સુધી હવામાનમાં ફેરફારને કારણે ગરમીથી રાહત મળવાની શક્યતા છે.દૂન સહિતના પહાડી જિલ્લાઓમાં શુક્રવારે હળવો વરસાદ થવાની શક્યતા છે. જ્યારે રાજ્યભરમાં વીજળી પડવા સાથે 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા ભારે પવન માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
તારીખ 6 મે સુધી જમ્મુ-કાશ્મીર, લદ્દાખ-ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ગાજવીજ, વીજળી અને 40-60 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 4 મે સુધી ઝારખંડના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડશે..સાથો સાથ ઘણા વિસ્તારોમાં વીજળી પડવાની ચેતવણી પણ આપવામાં આવી છે.
અહીં પડશે કરા…
આવનારા બે દિવસમાં સિક્કિમ, બિહાર, ઓડિશા, પૂર્વી મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં કેટલાક સ્થળોએ કરા પડવાની શક્યતા છે.
રાજસ્થાનમાં ગરમીનો માહોલ રહેશે, ઘણા વિસ્તારોમાં વરસાદની શક્યતા
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,રાજસ્થાનના બાડમેર, જેસલમેર, બિકાનેર અને જોધપુર જિલ્લાના ઘણા વિસ્તારોમાં ગરમીનું મોજું ફૂંકાવાની શક્યતા છે. થોડા દિવસોમાં આ વિસ્તારોમાં તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. 2 મેના રોજ કોટા, બાંસવાડા, બુંદી, ચિત્તોડગઢ, બારન, ઝાલાવાડમાં વાદળછાયું વાતાવરણ રહેશે..જયારે કેટલાક સ્થળોએ ઝરમર વરસાદની પણ શક્યતા છે.
- Advertisement -
- Advertisement -