24.4 C
Ahmedabad
Thursday, March 5, 2026

ઓમર અબ્દુલ્લાએ પહેલગામના દરેક પીડિતોના નામ વાંચી સંભળાવ્યા, કહ્યું- આ આખા ભારત પર હુમલો..’મારી પાસે માફી માંગવા માટે શબ્દો નથી..


મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં ઉભા થઈને પહેલગામ આતંકવાદી હુમલા વિરુદ્ધ રજૂ કરાયેલા ઠરાવના સમર્થનમાં વાત કરી.હુમલામાં માર્યા ગયેલા તમામ લોકોના નામ પણ લીધા હતા..ઓમર અબ્દુલ્લાએ કહ્યું, “એ માનવું મુશ્કેલ છે કે થોડા દિવસો પહેલા આપણે આ ગૃહમાં હાજર હતા.. બજેટ અને અન્ય ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઈ રહી હતી. કોણે વિચાર્યું હશે કે જમ્મુ અને કાશ્મીરમાં એવી પરિસ્થિતિ ઊભી થશે કે આ વાતાવરણમાં આપણે ફરીથી અહીં મળવું પડશે. પહેલગામ હુમલા પછી જ્યારે મંત્રીઓની બેઠક યોજાઈ હતી.. ત્યારે એવું નક્કી કરવામાં આવ્યું હતું કે, અમે રાજ્યપાલને એક દિવસનું સત્ર બોલાવવા વિનંતી કરીશું.”

ઓમર અબ્દુલ્લા વિધાનસભામાં ભાવુક થઈ ગયા હતા.. અને કહ્યું કે આ હુમલાએ આપણને અંદરથી ખોખલા કરી દીધા છે.તે નેવી ઓફિસરની વિધવાને, તે નાના બાળકને, જેણે પોતાના પિતાને લોહીથી લથપથ જોયા હતા, હું શું જવાબ આપું?

ઓમર અબ્દુલ્લાએ કહ્યું, “પહલગામના 26 લોકોનું દર્દ આ દેશની સંસદ કે અન્ય કોઈ વિધાનસભા એટલી સારી રીતે સમજી શકતી નથી.. જેટલી જમ્મુ અને કાશ્મીર વિધાનસભા સમજી શકે છે. તમારી સામે બેઠેલા લોકોએ પોતાના નજીકના સંબંધીઓ ગુમાવ્યા છે. કેટલાકે પોતાના પિતા ગુમાવ્યા છે, તો કેટલાકે પોતાના કાકા ગુમાવ્યા છે. આપણામાંથી કેટલા એવા છે જેમના પર હુમલો થયો છે ? આપણા ઘણા સાથીદારો એવા છે જેમના પર એટલી બધી વાર હુમલો થયો છે.. કે આપણે તેમને ગણતા ગણતા થાકી જઈશું. ઓક્ટોબર 2001માં શ્રીનગરમાં થયેલા હુમલામાં 40 લોકોએ જીવ ગુમાવ્યા હતા. એટલા માટે આ વિધાનસભા કરતાં પહેલગામમાં માર્યા ગયેલા લોકોનું દર્દ કોઈ સમજી શકે નહીં.”

‘મારી પાસે માફી માંગવા માટે શબ્દો નથી…’

ઓમર અબ્દુલ્લાએ કહ્યું, “ભૂતકાળમાં આપણે કાશ્મીરી પંડિતો અને શીખ સમુદાયો પર આતંકવાદી હુમલા જોયા છે. આવો હુમલો ઘણા સમય પછી થયો છે. મારી પાસે પીડિતોના પરિવારના સભ્યોની માફી માંગવા માટે કોઈ શબ્દો નથી. હું કાયદો અને વ્યવસ્થાનો હવાલો સંભાળતો નથી.. પરંતુ મેં પ્રવાસીઓને કાશ્મીરની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું છે. તેમના યજમાન તરીકે, તેમની સંભાળ રાખવાની અને તેમનું રક્ષણ કરવાની આપણી જવાબદારી છે. પ્રવાસીઓની માફી માંગવા માટે મારી પાસે કોઈ શબ્દો નથી.”


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -