28.4 C
Ahmedabad
Thursday, March 5, 2026

તુલસી ગબાર્ડે કરી મોટી જાહેરાત…પહેલગામ હુમલાના આતંકવાદીઓને પકડવામાં અમેરિકા કરશે મદદ…


યુએસ નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગબાર્ડે શુક્રવારે કહ્યું કે ભારત પહેલગામ હુમલા માટે જવાબદાર લોકોને શોધી રહ્યું છે.. અમેરિકા તેની સાથે છે.અમેરિકા આતંકવાદીઓને પકડવામાં ભારતને મદદ કરશે…તુલસી ગબાર્ડે શુક્રવારે ટ્વીટ કર્યું, “પહલગામમાં 26 હિન્દુઓને નિશાન બનાવતા ભયાનક ઇસ્લામિક આતંકવાદી હુમલાના પગલે અમે ભારત સાથે એકતામાં ઉભા છીએ. મારી પ્રાર્થના અને ઊંડી સંવેદનાઓ તે લોકો સાથે છે.. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે.. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતના તમામ લોકો સાથે. અમે તમારી સાથે ઉભા છીએ..આ જઘન્ય હુમલા માટે જવાબદાર લોકોને જવાબદાર ઠેરવવામાં તમારું સમર્થન કરીએ છીએ.”

બુધવારે અગાઉ, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન મોદી સાથે ફોન પર વાત કરી હતી.. અને આતંકવાદી હુમલાની સખત નિંદા કરી હતી.. આ જઘન્ય હુમલાના ગુનેગારોને ન્યાય અપાવવામાં ભારતને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું.

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો..જેમાં 26 લોકો માર્યા ગયા હતા.. જેમાં મોટાભાગના પ્રવાસીઓ હતા. 2019 માં પુલવામા હુમલા પછી પહેલગામમાં થયેલા હુમલાને ખીણમાં સૌથી ઘાતક હુમલો માનવામાં આવે છે. આ હુમલા બાદ ભારતે આતંકવાદીઓને મદદ કરવા બદલ પાકિસ્તાન સામે ઘણા કડક પગલાં લીધાં છે. પાકિસ્તાની નાગરિકોને 48 કલાકની અંદર દેશ છોડી દેવાનું કહેવામાં આવ્યું હતુ.આ ઉપરાંત ભારતે અટારી-વાઘા સરહદ બંધ કરી દીધી છે. ભારત દ્વારા સિંધુ જળ સંધિ પણ સ્થગિત કરવામાં આવી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -