28.4 C
Ahmedabad
Wednesday, March 4, 2026

વડાપ્રધાન મોદીનો દુનિયાને સંદેશ, અંગ્રેજીમાં કહ્યું- અમે આતંકવાદીઓને પૃથ્વીના છેડા સુધી પણ નહીં છોડીએ…


ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારથી દુનિયાને સંદેશ આપ્યો હતો.પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પહેલી વાર હતું જ્યારે તેઓ જાહેર સભાને સંબોધિત કરી રહ્યા હતા. જાહેર સભા દરમિયાન વિકાસની ચર્ચા થઈ હતી.. પરંતુ તે પહેલગામ હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.. પીએમ મોદીએ પહેલા હિન્દીમાં આતંકવાદ સામેની તેમની યોજના સમજાવીને ત્યારબાદ વિશ્વને સંદેશ આપવા માટે અંગ્રેજીમાં પણ વાત કરી હતી..

પંચાયતી રાજ દિવસે બિહારના મધુબનીમાં વિકાસ વિશે વાત કર્યા પછી, વડા પ્રધાન મોદીએ પોતાના સૂકા ગળાને ભીના કરવા માટે પાણી પીધું અને પછી કહ્યું- “મિત્રો, 22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ નિર્દોષ દેશવાસીઓને જે ક્રૂરતાથી મારી નાખ્યા તેનાથી આખો દેશ દુઃખી છે. કરોડો દેશવાસીઓ દુઃખી છે. આખો દેશ તેમના દુઃખમાં તમામ અસરગ્રસ્ત પરિવારો સાથે ઉભો છે. સરકાર સારવાર હેઠળ રહેલા પરિવારના સભ્યો જલ્દી સ્વસ્થ થાય તે માટે તમામ પ્રયાસો કરી રહી છે. મિત્રો, આ આતંકવાદી હુમલામાં કોઈએ પોતાનો પુત્ર ગુમાવ્યો. કોઈએ પોતાનો ભાઈ ગુમાવ્યો. કોઈએ પોતાનો જીવનસાથી ગુમાવ્યો. તેમાંથી કોઈ બંગાળી બોલતું હતું, કોઈ કન્નડ બોલતું હતું, કોઈ મરાઠી હતું, કોઈ ઓડિયા બોલતું હતું..તો  કોઈ ગુજરાતી હતું..કોઈ બિહારનો પુત્ર હતો. આજે, કારગિલથી કન્યાકુમારી સુધી આ બધાના મૃત્યુ પર આપણું દુઃખ સમાન છે. અમારો ગુસ્સો સમાન છે. આ હુમલો ફક્ત નિઃશસ્ત્ર પ્રવાસીઓ પર થયો નથી.. દેશના દુશ્મનોએ ભારતની શ્રદ્ધા પર હુમલો કરવાની હિંમત કરી છે. હું ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં કહેવા માંગુ છું કે આ હુમલો કરનારા આતંકવાદીઓ અને તેની પાછળ કાવતરું ઘડનારાઓને તેમની કલ્પના કરતાં પણ મોટી સજા મળશે. સજા મિશ્રિત હશે. હવે આતંકવાદીઓના બાકી રહેલા ઠેકાણાઓનો નાશ કરવાનો સમય આવી ગયો છે. 140 કરોડ ભારતીયોની ઇચ્છાશક્તિ હવે આતંકવાદની કમર તોડી નાખશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ બિહારમાં આ સભાનો ઉપયોગ સમગ્ર વિશ્વને સંદેશ આપવા માટે કર્યો. તેમણે આતંકવાદીઓને અંગ્રેજીમાં ચેતવણી પણ આપી હતી-“Today from the soil of Bihar, I say to the whole world that India will identify, track and punish every terrorist and their backers. We will persue to the end of the earth. India spirit will never be broken by terrorism. Terrorism will not go unpunished. Every effort will be made to ensure that justice is done. The entire nation is firm. Everyone who believe in the humanity is with us. I thank the people of various country and their leaders, who stood with us at this time.”


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -