પહેલગામ હુમલો : સુપ્રીમ કોર્ટમાં 2 મિનિટનું મૌન પાડવામાં આવ્યું…વકીલોએ સફેદ રિબન પહેરીને વ્યક્ત કર્યો વિરોધ

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલી આતંકવાદી ઘટનામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા માટે સુપ્રીમ કોર્ટમાં બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. ન્યાયાધીશો, વકીલો, રજિસ્ટ્રી કર્મચારીઓ સહિત તમામ લોકોએ પોતાનું કામ છોડીને આતંકવાદના પીડિતોને શ્રદ્ધાંજલિ આપી હતી…
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની પૂર્ણ ખંડપીઠની બેઠકમાં પહેલગામ હિંસાની સખત નિંદા કરતો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવમાં લખ્યું છે કે, ‘હિંસાનું આ રાક્ષસી કૃત્ય આત્માને હલાવી દે તેવું છે.’ આ બતાવે છે કે, કયા પ્રકારની ક્રૂરતા અને અમાનવીય આતંકવાદને જન્મ આપે છે..ભારતના તાજ કાશ્મીરના કુદરતી સૌંદર્યનો આનંદ માણી રહેલા પ્રવાસીઓ સામે આચરવામાં આવતી હિંસાની કોર્ટ સખત નિંદા કરે છે.
‘સુપ્રીમ કોર્ટ આ ક્રૂરતાને કારણે અકાળે જીવ ગુમાવનારા નિર્દોષ લોકોને નમ્ર શ્રદ્ધાંજલિ આપે છે.’ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરે છે. અમે પ્રાર્થના કરીએ છીએ કે મૃતકોના આત્માને શાંતિ મળે અને ઘાયલો જલ્દી સ્વસ્થ થાય. આ દુઃખની ઘડીમાં આખો દેશ પીડિતોની સાથે ઉભો છે.
બપોરે 1.59 વાગ્યે સુપ્રીમ કોર્ટમાં સાયરન વાગવાનું શરૂ થયું હતુ..ત્યારે ૨ વાગ્યે બધા જજ, વકીલો અને અન્ય લોકો પોતપોતાના સ્થળોએ ઉભા રહ્યા હતા.આ મૌન બપોરે 2.02 વાગ્યા સુધી ચાલુ રહ્યું હતુ. બપોરે લગભગ 1.30 વાગ્યે આશરે 100 વકીલોનું એક જૂથે પણ સુપ્રીમ કોર્ટના લૉન પર એકત્ર થઇને મૌન પાળ્યું હતુ.આ વકીલોએ પહેલગામમાં બનેલી ઘટના સામે પોતાના કોટ પર સફેદ રિબન પહેરીને વિરોધ વ્યક્ત કર્યો હતો.
વકીલોના મૌન બાદ મીડિયા સાથે વાત કરતા, વરિષ્ઠ વકીલે ઘટનાને અમાનવીય અને અસહ્ય ગણાવી હતી. તેઓએ કહ્યું કે,, જે રીતે લોકોને કલમાનો પાઠ કરવાનું કહેવામાં આવ્યું, હત્યા કરતા પહેલા તેમના કપડાં ઉતારી દેવામાં આવ્યા હતા.. આવી બર્બરતા હૃદયદ્રાવક છે.. એડવોકેટે સરકાર પાસેથી કડક કાર્યવાહીની માંગ કરી હતી..
સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન અને સુપ્રીમ કોર્ટ એડવોકેટ ઓન રેકોર્ડ એસોસિએશને પણ આ ઘટનાની નિંદા કરતા અલગ અલગ ઠરાવો પસાર કર્યા છે. આ સંગઠનોએ સરકાર પાસે માંગ કરી છે કે,, આતંકવાદી ઘટના માટે જવાબદાર લોકોને શક્ય તેટલી વહેલી તકે ન્યાયના કઠેડામાં લાવવામાં આવે.
- Advertisement -
- Advertisement -