પહેલગામ હુમલા બાદ ફિલ્મ ‘અબીર ગુલાલ’નો બહિષ્કાર કરવાની માંગ, મહત્વનું કારણ જાણો..

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ દેશમાં શોકનું મોજુ ફરી વળ્યું છે..ત્યારે ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ ‘અબીર ગુલાલ’ ફિલ્મનો બહિષ્કાર કરવાની અપીલ કરી રહ્યા છે. ફિલ્મ ‘અબીર ગુલાલ’માં પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાન સાથે અભિનેત્રી વાણી કપૂર છે. આ ફિલ્મમાં બંનેએ રોમાન્સ કર્યો છે. આ ફિલ્મ પર પહેલાથી જ વિવાદ ચાલી રહ્યો છે.
ફિલ્મ ‘અબીર ગુલાલ’નું નિર્દેશન આરતી એસ.બગડી કરી રહ્યા છે. આ રોમેન્ટિક કોમેડી ફિલ્મ તારીખ 9 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.જો કે જમ્મુ અને કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં થયેલા આતંકવાદી હુમલામાં 28 જેટલા લોકો માર્યા ગયા હતા..જયારે કેટલાક લોકો ઘાયલ થયા હતા. જેથી સોશિયલ મીડિયા પર એક જૂથે ‘અબીર ગુલાલ’ ફિલ્મનો બહિષ્કાર કરવાની માંગ શરૂ કરી છે.
સોશિયલ મીડિયા પર એક યુઝરે લખ્યું, ‘અબીર ગુલાલને ભારતના કોઈપણ સિનેમાઘરમાં રિલીઝ થવાની મંજૂરી ન આપવી જોઈએ…’ બીજા એક યુઝરે લખ્યું કે, ‘શું આપણે હજુ પણ પાકિસ્તાની કલાકારો અભિનીત ફિલ્મ અબીર ગુલાલને રિલીઝ થવા દઈશું?’ બીજા એક યુઝરે લખ્યું, ‘શું ભારતીય સિનેમા હજુ પણ પાકિસ્તાની કલાકારોના પક્ષમાં છે?’
નિષ્ણાતો કહે છે કે,, ફિલ્મ ‘અબીર ગુલાલ’ એક રોમેન્ટિક ડ્રામા ફિલ્મ છે. ફિલ્મમાં પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાનને લેવા બદલ ફિલ્મ નિર્માતાઓની ભારે ટીકા થઈ રહી છે. રાજકીય પક્ષ ‘મહારાષ્ટ્ર નવનિર્માણ સેના’ મહારાષ્ટ્રમાં આ ફિલ્મની રિલીઝનો વિરોધ કરે છે. આ પાર્ટી લાંબા સમયથી ભારતમાં કામ કરતા પાકિસ્તાની કલાકારોનો વિરોધ કરી રહી છે.પાર્ટીએ સિનેમા માલિકોને પણ ચેતવણી આપી છે.
- Advertisement -
- Advertisement -