31.4 C
Ahmedabad
Wednesday, March 4, 2026

પહેલગામ હુમલા પર કોંગ્રેસની પ્રતિક્રિયા, કહ્યું- જમ્મુ-કાશ્મીર પર પોકળ દાવાઓને બદલે સરકારે નક્કર પગલાં લેવા જોઈએ.


જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં લોકપ્રિય પર્યટન સ્થળ પહેલગામમાં આતંકવાદીઓએ ભયાનક હુમલો કર્યો હતો…જેમાં 28 લોકોનાં મોત થા હતા…જો કે કોંગ્રેસે આ હુમલા પર પોતાની પ્રતિક્રિયા આપી છે… અને સરકાર પાસે નક્કર પગલાં લેવાની માંગ કરી છે.

પહેલગામ હુમલાની નિંદા કરતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, “જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા કાયર આતંકવાદી હુમલામાં પ્રવાસીઓના મોત અને ઘણા ઘાયલ થવાના સમાચાર અત્યંત નિંદનીય અને હૃદયદ્રાવક છે. હું શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરું છું..ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની આશા રાખું છું.” રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું, “આખો દેશ આતંકવાદ સામે એક થયો છે. જમ્મુ અને કાશ્મીરમાં પરિસ્થિતિ સામાન્ય હોવાના પોકળ દાવા કરવાને બદલે સરકારે હવે જવાબદારી લેવી જોઈએ.. અને નક્કર પગલાં લેવા જોઈએ.. જેથી ભવિષ્યમાં આવી બર્બર ઘટનાઓ ન બને અને નિર્દોષ ભારતીયો આ રીતે પોતાનો જીવ ન ગુમાવે.”

સોનિયા ગાંધીએ આતંકવાદી હુમલાની નિંદા કરી

કોંગ્રેસ સંસદીય દળના વડા સોનિયા ગાંધીએ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી હતી. અને કહ્યું કે ભૂતકાળમાં જે પ્રકારની વ્યાપક સામાજિક સર્વસંમતિ હતી.. તેજ પ્રકારની આતંકવાદ સામે કામ કરવાની જરૂર છે.દેશ આતંકવાદ સામે એક થયો છે. જમ્મુ અને કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલા વિશે જાણીને મને ખૂબ જ દુઃખ અને આઘાત લાગ્યો છે.”તેઓએ કહ્યું કે, હિંસાનો આશરો લેવો એ કાયરતાપૂર્ણ કૃત્ય છે.. અને તેની નિંદા કરવી જોઈએ.

નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત થવી જોઈએ

સોનિયા ગાંધીએ કહ્યું, “હું એવા પરિવારોનું દુઃખ સમજું છું… જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે.. તેમના પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. હું ઘાયલોના સંપૂર્ણ અને ઝડપથી સ્વસ્થ થવા માટે પણ પ્રાર્થના કરું છું.” તેમણે ભારપૂર્વક જણાવ્યું કે,, આખો દેશ આતંકવાદ સામે એક થયો છે. કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું કે,”આપણે આ વિભાજનકારી અને હિંસક શક્તિઓને હરાવવાનો સંકલ્પ કરીએ છીએ. આપણે ભૂતકાળની જેમ આતંકવાદ સામે વ્યાપક સામાજિક સર્વસંમતિ બનાવવા માટે કામ કરવાની જરૂર છે.” તેમણે કહ્યું, “આપણા નાગરિકોની સલામતી અને શાંતિ સુનિશ્ચિત કરવી મહત્વપૂર્ણ છે.”


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -