નાગરિક જ ભગવાન છે’, સિવિલ સર્વિસીસ ડે પર નોકરિયાતોને PM મોદીનો સંદેશ, કહ્યું- ગરીબ તમારી પહેલી પ્રાથમિકતા..

17મા સિવિલ સર્વિસીસ ડે પર બોલતા, PM મોદીએ કહ્યું કે,, સિવિલ સેવકોએ પોતાને માત્ર વહીવટકર્તા તરીકે નહીં…પરંતુ વિકસિત ભારતના નિર્માતા તરીકે જોવું જોઈએ. તેમણે કહ્યું કે, ભારત હવે વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની ગયો છે.. તેથી દરેકને મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવી એ પ્રાથમિકતા હોવી જોઈએ.
PM મોદીએ કહ્યું કે,, છેલ્લા 10 વર્ષમાં 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.. ગરીબી મુક્ત ભારત તરફ આ પ્રયાસ ચાલુ રહેશે. તેમણે કહ્યું કે ટેકનોલોજીના આ યુગમાં વહીવટનો ઉદ્દેશ્ય સિસ્ટમ ચલાવવાનો નહીં… પરંતુ શક્યતાઓ વધારવાનો હોવો જોઈએ. પીએમ મોદીએ અધિકારીઓને સંવેદનશીલ બનવા, ગરીબોનો અવાજ સાંભળવા અને તેમના સંઘર્ષોને સમજવા અપીલ કર હતી.. તેમણે કહ્યું કે,, વહીવટી સુધારાઓની ગતિને વધુ ઝડપી બનાવવાની જરૂર છે..દરેક ક્ષેત્રમાં નવા ફેરફારો લાવવા જોઈએ.
16 સિવિલ સેવકોને એવોર્ડ એનાયત કરાયા
વડાપ્રધાન મોદીએ એમ પણ કહ્યું કે,, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ક્વોન્ટમ ફિઝિક્સ જેવી ટેકનોલોજી આવનારા સમયમાં મોટા ફેરફારો લાવશે..સનદી કર્મચારીઓએ તેના માટે તૈયાર રહેવું જોઈએ. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંહ, કેબિનેટ સચિવ ટી.વી. હાજર રહ્યા હતા. સોમનાથન અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર હતા.આ પ્રસંગે, વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કાર્ય બદલ 16 સનદી કર્મચારીઓને પુરસ્કારો પણ એનાયત કરવામાં આવ્યા હતા.
- Advertisement -
- Advertisement -