પાટણ : જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીનો હેડ ક્લાર્ક રૂ.8,800ની લાંચ લેતા ઝડપાયો

પાટણમાં જિલ્લા રજીસ્ટ્રારની સહકારી મંડળીનો હેડ ક્લાર્ક એટલે કે સહકારી અધિકારી ધીરધાર વર્ગ-3 રણછોડભાઇ લક્ષ્મણભાઇ ગોહિલને રૂપિયા 8,800ની લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યો હતો..
સમગ્ર મામલાની વિગત જોઇએ તો આ કામના ફરીયાદી નાણાં ધીરધારનો વ્યવસાય કરતા હોઈ અને સરકારશ્રી દ્વારા ઓનલાઇન પોર્ટલમાં લોન લેનારની એન્ટ્રીઓ કરેલી..જે એન્ટ્રીઓમાં ભુલ હોય જે સુધારવા સારુ ફરીયાદી આ કામના આક્ષેપીતને મળતા.. આ કામના આક્ષેપિતે એક એન્ટ્રીના સુધારા પેટે રૂ.૪૦૦ લેખે ફરિયાદીની 22 એન્ટ્રીઓના રૂપિયા 8,800ની ગેરકાયદેસર લાંચની માંગણી કરી હતી..જો કે લાંચની રકમ ફરીયાદી આક્ષેપિતને આપવા માંગતા ન હોવાથી… પાટણ એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો..ત્યારબાદ આજે લાંચના છટકાનું આયોજન કરતા લાંચના છટકા દરમિયાન આક્ષેપિતે ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી હતી…અને ગેરકાયદેસર લાંચની રકમ રૂપિયા 8,800 લેતા રંગેહાથ ઝડપાઇ ગયા હતા..
- Advertisement -
- Advertisement -