અમેરિકામાં રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર નિશાન સાધ્યું, કહ્યું ‘સિસ્ટમમાં કંઈક ગરબડ છે’

લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે છે. અમેરિકા પહોંચ્યા બાદ રાહુલ ગાંધીએ ઉદ્યોગપતિઓ અને NRI સમુદાયના લોકો સાથે વાતચીત કરી હતી..રાહુલ ગાંધીએ અમેરિકાના બોસ્ટનમાં ભારતના ચૂંટણી પંચ પર નિશાન સાધ્યું હતુ… લોકસભામાં વિપક્ષે કહ્યું કે, “અમને એ વાત સ્પષ્ટ છે કે ચૂંટણી પંચ સાથે ચેડા કરવામાં આવ્યા છે.. એ વાત પણ સ્પષ્ટ છે કે,, સિસ્ટમમાં કંઈક ગરબડ છે.”
રાહુલ ગાંધીએ કહ્યું, “મેં આ ઘણી વાર કહ્યું છે… મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કુલ પુખ્ત વયના લોકો કરતાં વધુ લોકોએ મતદાન કર્યું હતુ..ચૂંટણી પંચે અમને સાંજે 5:30 વાગ્યા સુધીના મતદાનના આંકડા આપ્યા હતા.. અને 65 લાખ મતદારોએ સાંજે 5:30 થી 7:30 વાગ્યા સુધી મતદાન કર્યું હતું. આવું થવું શારીરિક રીતે અશક્ય છે… એક મતદારને મતદાન કરવામાં લગભગ 3 મિનિટ લાગે છે.. જો તમે ગણિત કરો તો તેનો અર્થ એ કે મતદારો સવારે 2 વાગ્યા સુધી કતારોમાં હતા.. પરંતુ એવું થયું નથી…જ્યારે અમે તેમની પાસે વીડિયોગ્રાફી માંગી ત્યારે તેમણે માત્ર ના પાડી જ નહીં.. પરંતુ તેમણે કાયદો પણ બદલી નાખ્યો છે…જેથી અમે હવે વીડિયોગ્રાફી માટે ન કહી શકીએ.”
- Advertisement -
- Advertisement -