નેપાળમાં રાજાશાહીના સમર્થનમાં ફરી દેખાવો…વડાપ્રધાન નિવાસસ્થાને મહત્વની બેઠક યોજાઇ

નેપાળમાં રાજાશાહીને ટેકો આપતી રાજકીય પાર્ટી રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટીએ ફરી એકવાર વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી.. જેના કારણે પરિસ્થિતિ તંગ છે.નેપાળી ગૃહ મંત્રાલયે રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટીને વિરોધ પ્રદર્શન દરમિયાન પ્રતિબંધિત વિસ્તારોનું ઉલ્લંઘન ન કરવા ચેતવણી આપી છે. આરપીપી રાજધાની કાઠમંડુના બિજુલી બજાર વિસ્તારમાં વિરોધ પ્રદર્શન કર્યુ હતુ..
રાજાશાહી તરફી આરપીપીએ વિરોધ પ્રદર્શન દરમિયાન સરકાર દ્વારા નિર્ધારિત પ્રતિબંધિત ઝોન તોડવાનો પોતાનો ઇરાદો ખુલ્લેઆમ જાહેર કર્યો છે. આરપીપીના અધ્યક્ષ રાજેન્દ્ર લિંગડેને કહ્યું કે,, તેઓ રાજાશાહીની પુનઃસ્થાપના અને નેપાળને હિન્દુ રાજ્ય તરીકે સ્થાપિત કરવાની માંગણી સાથે વિરોધ કરવા માટે પ્રતિબંધિત ઝોનનું ઉલ્લંઘન કરશે. ગૃહ મંત્રાલયે શનિવારે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે,, કાયદાનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
મંત્રાલયે નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘ગૃહ મંત્રાલયે 20 એપ્રિલ, 2025 ના રોજ કાયદેસર રીતે નિર્ધારિત પ્રતિબંધિત ક્ષેત્રોનું ઉલ્લંઘન કરવાની યોજનાઓ અંગે નેશનલ ડેમોક્રેટિક પાર્ટીના નામે જારી કરાયેલા સમાચાર અહેવાલો અને જાહેર નિવેદનોને ગંભીરતાથી લીધા છે.’ ગૃહ મંત્રાલયે કહ્યું કે,, બંધારણ અને કાયદાના ઉલ્લંઘનને પ્રોત્સાહન આપતી પ્રવૃત્તિઓ અથવા સમાજમાં અરાજકતા ફેલાવવાના પ્રયાસોને સહન કરવામાં આવશે નહીં. વિરોધ પ્રદર્શનોને ધ્યાનમાં રાખીને, સરકારે સવારથી જ સંસદ ભવન, સરકારી સચિવાલય અને શહેરના અન્ય સંવેદનશીલ વિસ્તારોની આસપાસ હજારો રમખાણો વિરોધી પોલીસકર્મીઓ અને સશસ્ત્ર પોલીસ દળોને તૈનાત કરી દીધા હતા..
નેપાળમાં રાજાશાહી તરફી વિરોધ પ્રદર્શનોને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન કેપી શર્મા ઓલી, નેપાળી કોંગ્રેસ પ્રમુખ શેર બહાદુર દેઉબા અને સીપીએનના અધ્યક્ષ પુષ્પ કમલ દહલ વચ્ચે વડા પ્રધાન નિવાસસ્થાને એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમાં પ્રજાસત્તાક પ્રણાલી અને લોકશાહીના સમર્થનમાં એક થવા પર સર્વસંમતિ સધાઈ હતી… નોંધનીય છે કે,, રાજાશાહી સમર્થક દળોએ માર્ચના અંતમાં કાઠમંડુના ટિંકુને વિસ્તારમાં રાજાશાહી પુનઃસ્થાપિત કરવાના ઉદ્દેશ્યથી વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં બે લોકોનાં મોત થયાં હતાં.. જયારે સેંકડો લોકો ઘાયલ પણ થયા હતા. રવિવારે વિરોધ પ્રદર્શન અગાઉ ભૂતપૂર્વ રાજા જ્ઞાનેન્દ્રએ તેમના નિવાસસ્થાને આરપીપી નેતાઓ અને રાજાશાહી તરફી રાજકારણીઓને પણ મળ્યા હતા.
- Advertisement -
- Advertisement -