નવસારી : આસિસ્ટન્ટ સુપ્રિટેન્ડેન્ટ ઓફ ફીશરિઝનો વર્ગ-3નો અધિકારી દીપક ચૌહાણ રૂપિયા 15 હજારની લાંચ લેતા ઝડપાયો

નવસારીમા આસિસ્ટન્ટ સુપ્રિટેન્ડેન્ટ ઓફ ફીશરિઝનો વર્ગ-3નો અધિકારી દીપક ચૌહાણ રૂપિયા 15 હજારની લાંચ લેતા ઝડપાઇ ગયો હતો…એસીબીએ આપેલી વિગતો મુજબ ફરિયાદીના પિતા માછીમારનો ધંધો કરતા હતા..જેઓએ ટોલરબોટ માટે નવા એન્જિનની ખરીદી કરી હતી..જેની સરકારી ધારાધોરણ મુજબ મળતી સબસીડી મેળવવા ઓનલાઇન અરજી કરી હતી..જેની કાર્યવાહી કરવા માટે આસિસ્ટન્ટ સુપ્રિટેન્ડેન્ટ ઓફ ફીશરિઝનો વર્ગ-3નો અધિકારી દીપક ચૌહાણે રૂપિયા પાંચ હજાર તેમજ બોટની માલિકીનું નામ પિતાના નામથી ફરિયાદીના નામે ટ્રાન્સફર કરવાના અવેજ પેટે રૂપિયા 10 હજાર એમ કુલ રૂપિયા 15,000ની લાંચની માંગણી કરી હતી..
જો કે ફરિયાદી આ લાંચ આપવા માંગતા ન હોવાથી નવસારી એસીબી પીઆઇ રાઠવા તેમજ એસીબી સ્ટાફે આર.આર.ચૌધરી..મદદનીશ નિયામક એસીબી સુરત એકમના માર્ગદર્શન હેઠલ લાંચનું છટકું ગોઠવ્યું હતુ..જેમાં ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને દિપકકુમાર ત્રિભુવનભાઇ ચૌહાણ રૂપિયા 15 હજારની લાંચ લેતા એસીબીના હાથે રંગે હાથ ઝડપાઇ ગાય હતા..ત્યારબાદ એસીબીની ટીમે આગળની કાર્યવાહી હાથ ધરી હતી..
- Advertisement -
- Advertisement -