કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે બ્રાઝિલમાં ટામેટાની ખેતી જોઈ…સિંચાઈની અનોખી પદ્ધતિ વિશે કહ્યુ..ખૂબ ઓછા પાણીથી વધુ સિંચાઈની વ્યવસ્થા

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ હાલમાં બ્રિક્સ કૃષિ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા માટે બ્રાઝિલના પ્રવાસે છે..શિવરાજસિંહે બ્રાઝિલમાં ટામેટાંના ખેતરોમાં સિંચાઈ વ્યવસ્થા જોઈને ઓછા પાણીમાં વધુ સિંચાઈ કરવાની ટેકનોલોજીની પ્રશંસા કરી હતી…
કૃષિ મંત્રીઓની બેઠક ઉપરાંત શિવરાજ સિંહ ચૌહાણ બ્રાઝિલમાં ફાર્મ જોવા ગયા હતા.સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો પોસ્ટ કરતી વખતે, તેમણે કહ્યું, “બ્રાઝિલમાં મને ઘણા અનુભવો અને તકનીકોથી સમૃદ્ધ થવાની તક મળી રહી છે.હું અહીં આવીને ખેતી જોઈ રહ્યો છું.. અને તેનાથી સંબંધિત ઘણી નવી વસ્તુઓ પણ શીખી રહ્યો છું.”
તેમણે વધુમાં કહ્યું, “આજે મને અહીં ટામેટા અને મકાઈની ખેતી જોવાની તક મળી..અહીંની આખી સિસ્ટમ યાંત્રિક છે. અમે ભારતમાં ઉત્પાદન વધારવા માટે આ તકનીકોનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ તે દિશામાં કામ કરીશું.”
ટામેટાંની ખેતી દરમિયાન પાણીના આર્થિક ઉપયોગ અંગે શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું, “મેં બ્રાઝિલમાં ટામેટાંના ખેતરોમાં સિંચાઈ વ્યવસ્થા જોઈ. અહીં ખૂબ ઓછા પાણીથી વધુ સિંચાઈની વ્યવસ્થા કરવામાં આવી છે..અહીં આખી વ્યવસ્થા નિયંત્રિત છે.. જેના કારણે છોડને જેટલું પાણી જોઈએ તેટલું આપવામાં આવે છે…
- Advertisement -
- Advertisement -