દુબઇમાં કરીના કપૂરે છમ્મક છલ્લો પર ડાન્સ કર્યો…વીડિયો થયો વાયરલ

વર્ષ 2011માં આવેલી ફિલ્મ રા-વનમાં કરીના કપૂરનો અભિનય ચાહકોને ખૂબ ગમ્યો હતો….આ ફિલ્મનું તેમનું ‘છમ્મક છલ્લો’ ગીત આંતરરાષ્ટ્રીય સ્તરે હિટ બન્યું હતુ.. શાહરૂખ ખાને આ ગીત માટે ખાસ એકનને બોલાવ્યો હતો..તેનો જાદુ કામ કરી ગયો હતો.. ફિલ્મમાં કરીના કપૂરના મોહક અવતારે લોકોના દિલ પર છાપ છોડી હતી.. તાજેતરમાં જ્યારે કરીના કપૂર દુબઈમાં એક કાર્યક્રમમાં હાજરી આપી ત્યારે તેણે ફિલ્મ ‘રા.વન’ના ‘છમ્મક છલ્લો’ ગીત પર ડાન્સ કરીને બધાનું દિલ જીતી લીધું હતું. ચાહકોએ જોરથી તાળીઓ પાડીને કરીના કપૂરને ખૂબ ઉત્સાહિત કરી હતી..
આ કાર્યક્રમ દરમિયાન રેકોર્ડ કરાયેલો આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એક જ્વેલરી કંપનીના 65મા સ્ટોરના ઉદઘાટન દરમિયાન કરીના કપૂરે ચમકતી સાડીમાં આ પર્ફોર્મન્સ આપ્યું હતું. આ કાર્યક્રમનો વીડિયો કરીના કપૂર ખાનના એક ફેન પેજ પર શેર કરવામાં આવ્યું છે.. જેમાં લોકો કોમેન્ટ સેક્શનમાં તેના વખાણ કરતા જોવા મળી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું, ‘કરીનાએ છમ્મક છલ્લોમાં પરફોર્મ કરીને મારો દિવસ બરબાદ થતો બચાવ્યો હતો…’એક ફોલોઅરે લખ્યું…ગમે તે થાય, તે હંમેશા બોલિવૂડની આઇટી ગર્લ રહેશે..
- Advertisement -
- Advertisement -