30.7 C
Ahmedabad
Tuesday, March 3, 2026

મેહુલ ચોકસી સ્વિટ્ઝર્લૅન્ડ ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો….ED-CBI ની રણનીતિ સામે ભાગેડુની હાર…


બેલ્જિયમમાં ભાગેડુ હીરો ઉદ્યોગપતિ મહેલુ ચોક્સીની ધરપકડ બાદ વધુ એક મોટો ખુલાસો થયો છે…ભારતમાં વોન્ટેડ મેહુલની ધરપકડ એ ભારતીય તપાસ એજન્સીઓની સાત વર્ષથી વધુની મહેનત અને દિવસ રાતની તપાસનું પરિણામ છે..તપાસ એજન્સીઓને લગભગ ત્રણ દેશોમાં ઘણાં પડકારોનો સામનો કરવો પડયો હતો..ગીતાંજલિ ગ્રુપના માલિક પર તેમના ભત્રીજા નિરવ મોદી,તેમની પત્ની અમી મોદી અને તેમના ભાઇ નિશાલ મોદી સાથે મળીને સરકારી પંજાબ નેશનલ બેંક  સાથે 12,636 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે..65 વર્ષીય મેહુલ ચોક્સી 2018માં ભારતમાંથી ભાગી ગયો હતો..કૌભાંડ પ્રકાશમાં આવ્યા બાદ તે દેશ છોડીને એન્ટિગુઆ ગયો હતો..જયાં તેણે રોકાણ કાર્યક્રમ દ્વારા નાગરિકતા મેળવી હતી..

અગાઉ 2021માં મેહુલ ચોક્સીની ડોમિનિકન રિપબ્લિકમાં ગેરકાયદેસર પ્રવેશ માટે ધરપકડ કરવામાં આવી હતી..સીબીઆઇની એક ટીમ તેની કસ્ટડી મેળવવા માટે કેરેબિયન દેશમાં પહોંચી હતી..મેહુલ ચોક્સીના વકીલોએ ડોમિનિકન કોર્ટને કહ્યું કે તેને સારવાર માટે એન્ટુગુઆ પાછા ફરવાની જરૂર છે..ત્યારબાદ ખાતરી આપી હતી કે ટ્રાયલનો સામનો કરવા માટે બાદમાં પાછો આવશે…જો કે 51 દિવસ જેલમાં રહ્યા બાદ ચોક્સીને બ્રિટિશ રાણીની પ્રિવી કાઉન્સિલ દ્વારા રાહત આપવામાં આવી હતી..અને પ્રત્યાર્પણ આગળ વધી શક્યું નહી…તે એન્ટિગુઆ પાછો ગયો હતો..ડોમિનિકન રિપબ્લિકમા ગેરકાયદે પ્રવેશના તેમના આરોપો પાછળથી રદ કરવામાં આવ્યા હતા..

આ સમયગાળા દરમિયાન..સીબીઆઇ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ તેમના પર નજર રાખી હતી..ગત વર્ષે તેમને ખબર પડી કે તે બેલ્જિયમમાં છે..સુત્રોના જણાવ્યા અનુસાર તેમણે તાત્કાલિક એજન્સીઓને જાણ કરી હતી…છેતરપિંડી કેસ સંબધિત તમામ દસ્તાવેજો પણ શેર કરવામાં આવ્યા હતા…બેલ્જિયમ પોલીસે 12 એપ્રિલે મેહુલ ચોક્સીની ધરપકડ કરી હતી…ત્યારે જાણવા મળ્યું કે તે સ્વિટ્ઝર્લૅન્ડ ભાગી જવાનો પ્રયાસ  કરી રહ્યો હતો..મેહુલની પત્ની પ્રીતિ બેલ્જિયમની નાગરિક છે..

અહેવાલો પ્રમાણે મેહુલ ચોક્સીએ બેલ્જિયમમાં રહેઠાણ કાર્ડ મેળવવા માટે નકલી દસ્તાવેજો રજૂ કર્યા હતા…તેણે એ હકીકત પણ છુપાવી હતી કે ભારત અને એન્ટિગુઆનો નાગરિક છે..ફેબ્રુઆરીની શરૂઆતમાં ચોક્સીના વકીલે મુંબઇની એક કોર્ટને જણાવ્યુ કે બ્લડ કેન્સની સારવાર માટે બેલ્જિયમમાં હોવાથી ભારતીય પરત ફરી શકશે નહી..ભાગેડુ ઉદ્યોગપતિએ એમ પણ કહ્યું કે,,,ભારતીય એજન્સીઓને સહયોગ કરવા અને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં હાજર થવા તૈયાર છે..જો કે  આ ઓફર નકારી કાઢવામા આવી હતી..અને એજન્સીઓને તેના પ્રત્યાર્પણ માટે કામ ચાલુ રાખ્યું હતુ…

અહેવાલો અનુસાર, મેહુલ ચોકસીએ બેલ્જિયમમાં રહેઠાણ કાર્ડ મેળવવા માટે નકલી દસ્તાવેજો રજૂ કર્યા હતા. તેણે એ હકીકત પણ છુપાવી હતી કે તે ભારત અને એન્ટિગુઆનો નાગરિક છે. ફેબ્રુઆરીની શરૂઆતમાં, ચોક્સીના વકીલે મુંબઈની એક કોર્ટને જણાવ્યું હતું કે તે બ્લડ કેન્સરની સારવાર માટે બેલ્જિયમમાં હોવાથી ભારત પરત ફરી શકશે નહીં. ભાગેડુ ઉદ્યોગપતિએ એમ પણ કહ્યું હતું કે તે ભારતીય એજન્સીઓને સહયોગ કરવા અને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં હાજર થવા તૈયાર છે. જોકે, આ ઓફર નકારી કાઢવામાં આવી હતી અને એજન્સીઓએ તેના પ્રત્યાર્પણ માટે કામ ચાલુ રાખ્યું હતું.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -