26.4 C
Ahmedabad
Wednesday, March 4, 2026

કોર્ટમાં ન્યાયાધીશને ગુંડો કહેતા વકીલને જેલમાં મોકલવામાં આવ્યો


અલ્હાબાદ હાઇકોર્ટે વકીલ અશોક પાંડેને ન્યાયાધીશો વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કરવા બદલ છ મહિનાની જેલની સજા ફટકારી  છે…સાથો સાથ વકીલને રૂપિયા બે હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે…આ સુનાવણી દરમિયાન ન્યાયાધીશ વિવેક ચૌધરી અને ન્યાયાધીશ બ્રિજરાજ સિંહની બેન્ચે એમ પણ કહ્યું કે વકીલ પાંડેને ત્રણ વર્ષ માટે હાઇકોર્ટમાં પ્રેક્ટિસ કરવાથી કેમ પ્રતિબંધિત ન કરવો જોઇએ તેવા સવાલો કર્યા હતા…આ કેસની વધુ સુનાવણી તારીખ પહેલી મેના રોજ થશે…એક કેસની સુનાવણી દરમિયાન એડવોકેટ અશોક પાંડેએ ન્યાયાધીશને “ગુંડા” કહ્યા હતા..

કેસની સુનાવણી વખતે ન્યાયાધીશ વિવેક ચૌધરી  અને ન્યાયાધીશ બ્રિજરાજસિંહની બેન્ચે એડવોકેટ પાંડને કોર્ટની ફોજદારી  અવમાનનાનો દોષી ઠેરવ્યા હતા..બે ન્યાયાધીશોની બેન્ચે કહ્યું કે પાંડેએ કોર્ટનો અનાદર કર્યો છે..વર્ષ 2003થી 2017 દરમિયાન તેમના દ્વારા કરવામાં આવેલી ગેરવર્તણૂંકના ઘણા અહેવાલો છે…કોર્ટે કહ્યું કે આવા વારંવારના ગેરવર્તણૂંક દર્શાવે છે કે પાંડે માત્ર ગેરમાર્ગે દોરાયા નથી..પરંતુ જાણી જોઇને કોર્ટની સત્તાને નબળી પાડી રહ્યાં છે…તેઓ કોર્ટના આદેશોનો અનાદર કરે છે…તેમનામાં કોઇ સુધારો થયો નથી..અને તેઓ પોતાની ભૂલ સ્વીકારતા નથી..


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -