24.9 C
Ahmedabad
Wednesday, March 4, 2026

મુંબઈ ઈન્ડિયન્સના આ ખેલાડી પર PCBએ લગાવ્યો એક વર્ષનો પ્રતિબંધ…જાણો સમગ્ર મામલો


પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે દક્ષિણ આફ્રિકાના ઓલરાઉન્ડર કોર્બિન બોશ પર પાકિસ્તાન સુપર લીગમાં ભાગ લેવા પર એક વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો..બોશ અચાનક PSL છોડી દેતાં PCB એ આ નિર્ણય લીધો છે…કોર્બિન બોશે અચાનક IPL રમવા માટે PSL માંથી ખસી જવાનો નિર્ણય લીધો હતો…તેને રિપ્લેસમેન્ટ ખેલાડી તરીકે મુંબઈ ઇન્ડિયન્સ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. કોર્બિન બોશ આ સિઝનમાં PSL માં પેશાવર ઝાલ્મી સાથે રમવાનો હતો…પરંતુ તેઓ IPL ના કોલને નકારી શક્યા નહીં.. તેમણે PSL સાથેનો કરાર એકપક્ષીય રીતે સમાપ્ત કર્યો અને IPL માં જોડાયો હતો.

પીએસએલ 10 ડ્રાફ્ટ દરમિયાન બાબર આઝમની આગેવાની હેઠળની પેશાવર ઝાલ્મી દ્વારા ડાયમંડ કેટેગરીમાં 30 વર્ષીય બોશની પસંદગી કરવામાં આવી હતી. જોકે, આ ઓલરાઉન્ડરે ઇજાગ્રસ્ત દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલર લિઝાડ વિલિયમ્સના સ્થાને મુંબઈ ઇન્ડિયન્સમાં જોડાવા માટે પીએસએલ છોડી દેવાનો નિર્ણય લીધો હતો…

પીસીબીએ એક સત્તાવાર નિવેદનમાં બોશ પર પ્રતિબંધની પુષ્ટિ કરી હતી…અને કહ્યું કે,, તે આવતા વર્ષે પીએસએલમાં પસંદગી માટે અયોગ્ય રહેશે. જોકે, પ્રતિબંધ બાદ બોશે માફી માંગી છે. પીસીબી દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં તેમણે કહ્યું, “પાકિસ્તાન સુપર લીગમાંથી ખસી જવાના મારા નિર્ણય બદલ મને ખૂબ જ દુઃખ છે.. અને હું પાકિસ્તાનના લોકો, પેશાવર ઝાલ્મીના ચાહકો અને વ્યાપક ક્રિકેટ સમુદાય પ્રત્યે મારી નિષ્ઠાપૂર્વક માફી માંગુ છું.”

બોશે કહ્યું, “HBL PSL એક પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ છે… હું મારા કાર્યોથી થયેલી નિરાશાને સંપૂર્ણપણે સમજી શકું છું. પેશાવર ઝાલ્મીના વફાદાર ચાહકોને, તમને નિરાશ કરવા બદલ હું ખરેખર દિલગીર છું. હું મારા કાર્યોની સંપૂર્ણ જવાબદારી લઉં છું..તેના પરિણામો સ્વીકારું છું..જેમાં દંડ અને HBL PSL માંથી એક વર્ષનો પ્રતિબંધનો સમાવેશ થાય છે..મને થયેલી શિક્ષામાંથી,,અનુભવમાંથી શીખવા માટે પ્રતિબદ્ધ છું..ભવિષ્યમાં નવા સમર્પણ અને ચાહકોના વિશ્વાસ સાથે HBL PSL માં પાછા ફરવા માટે આતુર છું.”


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -