વીજળી બિલ અંગે કંગના રનૌતનું જુઠ્ઠાણું પકડાયું, વીજળી વિભાગે પર્દાફાશ કર્યો

સુખુ સરકારને વીજળીના બિલના મોટા જથ્થાને લઇને ઘેરી લેનારી બોલિવૂડ અભિનેત્રી અને મંડીના ભાજપ સાંસદ કંગના રનૌત હવે ઘેરાઇ ગયા છે..બુધવારે કંગનાએ મંડીમાં કહ્યું હતું કે, મનાલીમાં તેના ઘરનું રૂપિયા એક લાખ વીજળી બિલ આવ્યું છે..ભલે તે ત્યાં રહેતી નથી અને સરકાર વરુઓનું ટોળું છે..પરંતુ હવે વીજળી વિભાગે કંગના રનૌતના દાવાઓનો પર્દાફાશ કર્યો છે…વીજળી વિભાગે તેમના તમામ આરોપોને નકારી કાઢ્યા હતા..
હિમાચલ પ્રદેશ વીજળી બોર્ડના MDએ શિમલામાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.. અને મંડીના સાંસદ કંગના રનૌતના મનાલી સ્થિત નિવાસસ્થાનના વીજળી બિલ સંબંધિત સમાચાર પર સ્પષ્ટતા કરી હતી.તેઓએ જણાવ્યું કે,, કંગના રનૌતના નામે સિમાસા ગામમાં ઘરેલું વીજળી કનેક્શન છે.તેમના નિવાસસ્થાનનું બે મહિનાનું બાકી વીજળી બિલ 90,384 રૂપિયા છે..આ બિલ એક મહિનાનું છે એમ કહેવું ખોટું છે.
કંગના રનૌતના ઘરનો માસિક વીજળીનો વપરાશ સરેરાશ 5,000 થી 9,000 યુનિટ સુધીનો છે. કંગના વીજળી બિલ પર આપવામાં આવતી સબસિડી પણ લઈ રહી છે..ફેબ્રુઆરીના બિલમાં કંગનાને 700 રૂપિયાની સબસિડી મળી હતી..એમડીએ મીડિયા સમક્ષ વીજળી બિલની નકલ પણ રજૂ કરી હતી.
- Advertisement -
- Advertisement -