શિક્ષણના મંદિરમાં દલિત છોકરી સાથે અમાનવીય વર્તન, માસિક ધર્મના કારણે પરીક્ષા દરમિયાન વર્ગની બહાર બેસાડી

તમિલનાડુના કોઈમ્બતુરથી એક ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે.. જ્યાં એક દલિત છોકરીને શિક્ષણના મંદિર એટલે કે શાળામાં જાતિગત ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો..ધોરણ 8 માં અભ્યાસ કરતી અનુસૂચિત જાતિની છોકરીને પરીક્ષા દરમિયાન શાળામાંથી કાઢી મૂકવામાં આવી હતી.. કારણ કે તે બીજી જાતિની હતી..તેના જીવનમાં પહેલી વાર માસિક સ્રાવ થયો હતો. છોકરીની માતાએ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવ્યો અને શિક્ષણ અધિકારીઓને ઘટનાની ફરિયાદ કરી હતી..
સૂત્રો અનુસાર, કોઈમ્બતુરમાં એક અનુસૂચિત જાતિ છોકરીને કિનાથુકાડાવુ તાલુકા નજીક એક ખાનગી મેટ્રિક્યુલેશન સ્કૂલમાં વર્ગખંડની બહાર પરીક્ષા આપવા માટે મજબૂર કરવામાં આવી હતી. જ્યારે છોકરીએ તેની માતાને આ વાત કહી હતી,, બીજા દિવસે પણ તેને પરીક્ષા દરમિયાન બહાર બેસાડી દેવામાં આવી હતી.. જેનો તેની માતાએ એક વીડિયો બનાવ્યો હતો..આ ઘટના કિનાથુકાડાવુ તાલુકાના સેંગુટ્ટૈપલયમ ગામમાં સ્વામી ચિબ્ધવંદા મેટ્રિક્યુલેશન ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતી એક છોકરી સાથે બની હતી.
છોકરીને 5 એપ્રિલે પહેલો માસિક સ્રાવ થયો હતો..ત્યારબાદ ફક્ત બે દિવસ પછી એટલે કે 7 એપ્રિલે વિજ્ઞાનનું પેપર હતુ…જેમાં તેને બહાર બેસાડવામાં આવી હતી..8 એપ્રિલે સામાજિક વિજ્ઞાનની પરીક્ષામાં તેને વર્ગની બહાર બેસાડવામાં આવી હતી…એક દલિત કાર્યકર્તાએ જણાવ્યું કે,, છોકરીએ 7 એપ્રિલની સાંજે તેની માતાને ઘટના વિશે જાણ કરી. જ્યારે માતા બીજા દિવસે શાળાએ ગઈ, ત્યારે તેણે જોયું કે તેની પુત્રીને ફરીથી પરીક્ષા આપવા માટે વર્ગખંડની બહાર બેસાડી દેવામાં આવી હતી. તેણે આ ઘટનાને પોતાના મોબાઈલ કેમેરાથી રેકોર્ડ કરી લીધી. બુધવારે રાત્રે જ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે, કોઈમ્બતુર ગ્રામીણ પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે. શાળા નિરીક્ષકને જિલ્લા વહીવટીતંત્રને વિગતવાર અહેવાલ આપવા માટે કહેવામાં આવ્યું હતું. આ બાબતે શાળા મેનેજમેન્ટ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે..
- Advertisement -
- Advertisement -