દરેક વ્યક્તિ માનસિક રીતે વિકલાંગ છે..જાટ સમુદાયમાંથી આવતા વીરેન્દ્ર સેહવાગે જાટો વિશે વાહિયાત નિવેદન આપ્યું..

વીરેન્દ્ર સહેવાગ ફરી એકવાર પોતાના વાહિયાત નિવેદનને કારણે સમાચારમાં છે….આ વખતે વીરેન્દ્ર સેહવાગે જાટ સમુદાય અંગે એક વિચિત્ર નિવેદન આપ્યુ હતુ..સેહવાગના આ નિવેદન બાદ તેમની પાસેથી માફી માંગવાની માંગ થઈ રહી છે. ભૂતપૂર્વ ભારતીય ઓપનર વીરેન્દ્ર સેહવાગ IPL મેચો દરમિયાન હિન્દીમાં કોમેન્ટ્રી કરી રહ્યા છે. તેઓએ IPL સંબંધિત શોમાં જાટ વિશે આ નિવેદન આપ્યું હતું. સેહવાગે જે કહ્યું તે મુજબ, ભારતના દરેક પ્રદેશના જાટની ભાષા અલગ છે.. પરંતુ તે બધા માનસિક રીતે વિકલાંગ છે.
સેહવાગે કહ્યું કે ઉત્તર પ્રદેશના જાટોની ભાષા અલગ છે… રાજસ્થાનના જાટોની ભાષા અલગ છે. હરિયાણાના જાટની ભાષા અલગ છે…પણ તે બધા માનસિક રીતે અસ્થિર છે.
ભૂતપૂર્વ ભારતીય ઓપનરના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર તેમની પાસેથી માફી માંગવાની માંગ ઉઠી છે. સોશિયલ મીડિયા યુઝર્સે રણદીપ હુડ્ડાને સેહવાગ પાસેથી માફી માંગવાની અપીલ કરી છે. વીરેન્દ્ર સેહવાગ પોતે પણ જાટ સમુદાયમાંથી આવે છે… છતાં તેમના વિચિત્ર નિવેદનો આશ્ચર્યજનક છે.
- Advertisement -
- Advertisement -