ગોધરા: જમીનની કામગીરી સંદર્ભે 1 લાખની લાંચ લેતા નાયબ મામલતદાર સહિત 2 ઝડપાયા

ગોધરામાં એક વ્યક્તિ પાસેથી જમીનની કામગીરી મામલે રૂપિયા એક લાખની લાંચ લેતા ગોધરા પ્રાંત કચેરીના નાયબ મામલતદાર સહિત બે લોકો ACB ના જાળમાં ઝડપાઈ ગયા હતા.આ કેસની વિગત મુજબ ફરીયાદીએ તેઓના ભાગીદારના નામે જમીન ખરીદી હતી. જે જમીનમાં વધારાના નામો હોવાથી કૌટુંબિક હક કમી કરવા માટે મામલતદાર કચેરી ગોધરા ખાતે ઇ-ધરા શાખામાં કાચી નોંધ પાડવામાં આવી હતી. જે નોંધ પડતા જમીનના સાતબાર આઠ અ માના એક ખાતેદારે વાંધા અરજી કરી હતી.
જેથી મામલતદાર કચેરી ગોધરા ખાતેથી પ્રાંત કચેરી ગોધરા ખાતે મોકલતા પ્રાંત કચેરી ગોધરા ખાતેથી જમીનના માલિકને નોટીસ મોકલતા ફરીયાદીએ પ્રાંત કચેરી ખાતેથી આવેલ નોટીસનો જવાબ રજુ કર્યો હતો. બાદમાં ફરીયાદી આ કામના મોહમંદનઇમ મોહમંદસાદીક રાણાવડીયા ઉ.વ.34 નાયબ મામલતદાર ઇ-ધરા, મામલતદાર કચેરી ગોધરા ગ્રામ્યને મળતા તેણે સૌ પ્રથમ ફરીયાદી પાાસે રૂપિયા 2,50,000/ ની માંગણી કરીને રકઝકના અંતે રૂપિયા એક લાખ આપવાનો વાયદો નક્કી કર્યો હતો.
જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોય, ફરિયાદીએ એ.સી.બી. ટોલ ફ્રી નંબર ઉપર ફરીયાદ આપતા ફરીયાદીની ફરીયાદ આધારે ગોધરામાં નાલંદા સ્કૂલ પાસે , પોદ્દાર સ્કૂલના કંપાઉન્ડમાં ગોઠવાયેલા લાંચના છટકા દરમ્યાન આ કામના મોહંમદનઈમ રાણાવડીયાએ ફરીયાદી સાથે વાતચીત કરી રૂપિયા એક લાખની લાંચના નાણાં ગણપતભાઇ કાંતિભાઇ પટેલ ઉ.વ.30 આઉટસોર્સ પટ્ટાવાળા પ્રાન્ત કચેરી, આર.ટી.એસ. શાખા ગોધરા જી.પંચમહાલ એ પંચ-1 ની હાજરીમા સ્વીકારી લાંચના નાણા સ્વીકારતા ઝડપાઈ ગયા હતા.
- Advertisement -
- Advertisement -