પાકિસ્તાને 50 વર્ષમાં પહેલી વાર ભારતના લોકોને આ ખાસ સુવિધા આપી.

પાકિસ્તાન સરકારે એવું કામ કર્યું છે..જેના માટે પાકિસ્તાનની પ્રશંસા થઇ રહી છે…50 વર્ષમાં પહેલીવાર પાકિસ્તાન સરકારે 14 એપ્રિલના રોજ વૈશાખી તહેવાર માટે ભારતીય શીખ યાત્રીઓને 6,700 થી પણ વધુ વિઝા જારી કર્યા છે….વર્ષ 1974ના પાકિસ્તાન – ભારત ધાર્મિક પ્રોટોકોલ કરાર હેઠળ 3,000 શીખ યાત્રાળુઓને કોઇ પણ ધાર્મિક તહેવાર માટે પાકિસ્તાનની મુલાકાત લેવાની મંજૂરી આપી છે..
જો કે સરકારે 6,751 વિઝા જારી કર્યા છે…ધાર્મિક બાબતોના મંત્રાલય અને પાકિસ્તાનના ઇવેક્યુ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડની ખાસ વિનંતી પર 3,751 વધારાના વિઝા મંજૂર કરવામાં આવ્યા છે…ઇટીપીબીના અધિક સચિવ સૈફુલ્લાહ ખોખરે પીટીઆઇને આ માહિતી આપી હતી..
શીખ નવા વર્ષ અને ખાલસાની સ્થાપનાની ઉજવણી માટે ભારતમાંથી શીખ યાત્રાળુઓ 10 એપ્રિલે વાઘા બોર્ડર દ્વારા અહીં પહોંચશે..ખોખરે કહ્યું કે,,,50 વર્ષથી વધુ સમયમાં આ પહેલીવાર બન્યું છે કે પાકિસ્તાન સરકારે બંને દેશો વચ્ચે સમંત થયેલા વિઝે બદલે શીખ યાત્રાળુઓને વધારાના વિઝા આપ્યા છે..
- Advertisement -
- Advertisement -