28.4 C
Ahmedabad
Thursday, March 5, 2026

અલ્લાહે મને જીવંત રાખી છે..હું પાછી આવીશ’, શેખ હસીનાએ સમર્થકોને કહ્યું…


બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાએ કહ્યું છે કે કોઈ કારણસર અલ્લાહે તેમને અત્યાર સુધી જીવંત રાખ્યા છે. તેમણે કહ્યું કે જે લોકોએ અવામી લીગના સભ્યોની હત્યા કરી છે.. તેમને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે. બાંગ્લાદેશમાં હિંસામાં માર્યા ગયેલા અવામી લીગ નેતાઓના પરિવારો સાથે વર્ચ્યુઅલી વાત કરતી વખતે શેખ હસીનાએ આ વાત કહી હતી.. ગત વર્ષે ઓગસ્ટમાં હિંસાને કારણે શેખ હસીનાને PM પદ સાથે દેશ છોડવો પડ્યો હતો.

શેખ હસીનાએ મોહમ્મદ યુનુસ પર સાધ્યું નિશાન…

શેખ હસીનાએ બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ પર નિશાન સાધ્યું હતુ…..અને કહ્યું કે,, ‘મોહમ્મદ યુનુસ એક એવા વ્યક્તિ છે જેમણે ક્યારેય લોકોને પ્રેમ કર્યો નથી.’ તે લોકોને ઊંચા વ્યાજ દરે થોડી રકમ ઉછીના આપતો હતો.. અને તે પૈસાથી વિદેશમાં વૈભવી જીવન જીવતો હતો. અમે પણ તેમના બેવડા પાત્રને સમજી શક્યા નહીં.. અને અમારી સરકારે પણ તેમને મદદ કરી હતી… પરંતુ લોકોને તેનો લાભ મળ્યો નહીં. ‘મોહમ્મદ યુનુસની સત્તાની ભૂખને કારણે બાંગ્લાદેશ હવે સળગી રહ્યું છે.’

અલ્લાહ ઇચ્છે છે કે હું કોઈ સારું કામ કરું…

નિરાશા વ્યક્ત કરતા શેખ હસીનાએ કહ્યું કે,, ‘એક સમયે બાંગ્લાદેશને વિકાસના મોડેલ તરીકે જોવામાં આવતું હતું… પરંતુ આજે તે દેશ આતંકવાદી દેશમાં ફેરવાઈ ગયો છે. આપણા નેતાઓની હત્યા જે રીતે કરવામાં આવી તેનું વર્ણન પણ કરી શકાતું નથી. આવામી લીગના નેતાઓ, પોલીસ, વકીલો, પત્રકારો અને કલાકારો બધાને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. પૂર્વ  PMએ કહ્યું કે, ‘મેં એક જ દિવસમાં મારા પિતા, માતા, ભાઈ અને પરિવારના બધા સભ્યો ગુમાવ્યા હતા.’ તે સમયે પણ મને દેશમાં પાછા ફરવાની મંજૂરી નહોતી. હું કોઈ નજીકના વ્યક્તિને ગુમાવવાનું દુઃખ સમજું છું… અલ્લાહે મને બચાવી છે..તે ઈચ્છે છે કે હું કોઈ સારું કામ કરું. જે લોકો ગુના કરી રહ્યા છે તેમને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે. આ મારું વચન છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -