28.4 C
Ahmedabad
Thursday, March 5, 2026

સુપ્રીમ કોર્ટે તમિલનાડુના રાજ્યપાલને ફટકાર લગાવી, કહ્યું- રાજ્યપાલને વીટો કરવાનો અધિકાર નથી


સુપ્રીમ કોર્ટે તમિલનાડુના રાજ્યપાલને ઠપકો આપ્યો છે..રાજ્યપાલ દ્વારા બિલોને મંજૂરી આપવાના ઇનકારને બંધારણીય જોગવાઈઓનું ઉલ્લંઘન ગણાવ્યું છે. ન્યાયાધીશ જેબી પારડીવાલા અને આર.મહાદેવનની બેન્ચે જણાવ્યું કે, બંધારણની કલમ 200 હેઠળ રાજ્યપાલ પાસે કોઈ વિવેકાધિકાર નથી અને તેમણે મંત્રી પરિષદની સહાય અને સલાહથી કાર્ય કરવું પડશે.

તમિલનાડુ સરકારને મોટી રાહત આપતા સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું કે, રાજ્યપાલ કોઈપણ બિલને રોકી શકતા નથી.. અને ન તો તેઓ કોઈપણ બિલને વીટો કરી શકે છે કે પોકેટ વીટો કરી શકે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, રાજ્યપાલ બિલને મંજૂરી આપી શકે છે.. અથવા રાષ્ટ્રપતિને વિચારણા માટે મોકલી શકે છે. રાજ્યપાલ બીજી વખત રાષ્ટ્રપતિ પાસે વિચારણા માટે મોકલવાનું કહીને બિલને રોકી શકતા નથી. રાજ્યપાલે બીજી વખત બિલને મંજૂરી આપવી પડશે.. પરંતુ બીજું બિલ પહેલા બિલ કરતા અલગ હોવું જોઈએ.

તમિલનાડુ સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને રાજ્યપાલ આરએન રવિ પર 10 બિલ રોકી રાખવાનો આરોપ લગાવ્યો હતો. આ અરજી પર પોતાનો ચુકાદો આપતી વખતે કોર્ટે એમ પણ કહ્યું કે, રાજ્યપાલે જે 10 બિલોને હોલ્ડ પર રાખ્યા છે.. તે,, તે દિવસથી મંજૂર માનવામાં આવશે.. જ્યારે વિધાનસભા આ બિલોનો બીજો રાઉન્ડ પસાર કરશે અને રાજ્યપાલને મોકલશે.કોર્ટે સ્પષ્ટ કર્યું કે, તે રાજ્યપાલની સત્તાઓને નબળી પાડતું નથી..પરંતુ રાજ્યપાલની બધી ક્રિયાઓ સંસદીય લોકશાહીના સિદ્ધાંતો અનુસાર હોવી જોઈએ.

તમિલનાડુના સીએમ એમ.કે.સ્ટાલિને સુપ્રીમ કોર્ટના નિર્ણય પર ખુશી વ્યક્ત કરી.. તેને ઐતિહાસિક ગણાવ્યો. 2021 માં સત્તા સંભાળી ત્યારથી જ રાજ્યપાલ અને સ્ટાલિન સરકાર વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. ડીએમકે સરકારે તેમના પર ભાજપના પ્રવક્તાની જેમ કામ કરવાનો અને બિલો અને નિમણૂકોને અવરોધવાનો આરોપ લગાવ્યો છે. જ્યારે રાજ્યપાલ કહે છે કે,, બંધારણ તેમને કોઈપણ કાયદાને તેમની સંમતિ રોકવાનો અધિકાર આપે છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -