31.4 C
Ahmedabad
Wednesday, March 4, 2026

મોંઘવારીથો કોઇ રાહત ના મળી…રસોઇ ગેસના ભાવમાં રૂપિયા 50નો વધારો..રસોડાના બજેટને થશે અસર


મોંઘવારીના કારણે સામાન્ય જનતાને વધુ એક આંચકો લાગ્યો છે. એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. ઉજ્જવલા યોજના હેઠળ ઉપલબ્ધ ઘરેલું ગેસ સિલિન્ડર અને સિલિન્ડર પર 50 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ સોમવારે ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓ દ્વારા એલપીજીના ભાવમાં સિલિન્ડર દીઠ 50 રૂપિયાનો વધારો કરવાની જાહેરાત કરી હતી. મંત્રીએ કહ્યું કે ઉજ્જવલા અને સામાન્ય શ્રેણીના ગ્રાહકો બંને માટે ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. નવા ભાવ આજે મધરાતથી અમલી બનશે.

સામાન્ય ગ્રાહકો માટે 14.2 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત 803 રૂપિયાથી વધીને 853 રૂપિયા અને ઉજ્જવલા સ્કીમ હેઠળ ગ્રાહકો માટે 14.2 કિગ્રાના સિલિન્ડરની કિંમત 503 રૂપિયાથી વધીને 553 રૂપિયા થશે.

પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું હતું કે, “એલપીજીના સિલિન્ડર દીઠ ભાવમાં રૂ. 50નો વધારો થશે. રૂ. 500થી તે રૂ. 550 (PMUY લાભાર્થીઓ માટે) અને અન્ય માટે રૂ. 803થી વધીને રૂ. 853 થશે. આ એક પગલું છે જેની અમે આગળ સમીક્ષા કરીશું. અમે દર 2-3 સપ્તાહે તેની સમીક્ષા કરીએ છીએ. તેથી, ગ્રાહકોએ એક્સસાઈટમાં વધારો કર્યો નથી. પેટ્રોલ અને ડીઝલમાં એક્સાઈઝ ડ્યુટી વધારવાનો હેતુ ઓઈલ માર્કેટિંગ કંપનીઓને ગેસના કારણે થયેલા નુકસાનની ભરપાઈ કરવાનો છે.

પુરીએ કહ્યું, “તમે નાણા મંત્રાલયનું એક નોટિફિકેશન જોયું જ હશે જેમાં કહેવામાં આવ્યું છે કે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં 2 રૂપિયાનો વધારો કરવામાં આવી રહ્યો છે. હું અગાઉથી સ્પષ્ટ કરી દઉં કે આનો બોજ ગ્રાહકો પર નહીં પડે.

ક્રૂડ ઓઈલની આંતરરાષ્ટ્રીય કિંમત ઘટીને લગભગ $60 પ્રતિ બેરલ થઈ ગઈ છે, પરંતુ કૃપા કરીને યાદ રાખો કે અમારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ 45 દિવસના સમયગાળા માટે સ્ટોક ધરાવે છે. જો જાન્યુઆરીની વાત કરીએ તો તે સમયે ક્રૂડ ઓઈલની કિંમત 83 ડોલર હતી.. જે બાદમાં ઘટીને 75 ડોલર થઈ ગઈ હતી. તેથી તેમની પાસે ક્રૂડ ઓઈલનો સ્ટોક સરેરાશ $75 પ્રતિ બેરલ છે. તમે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ વૈશ્વિક કિંમતોને અનુરૂપ પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવાની અપેક્ષા રાખી શકો છો.”


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -