વોટિંગ દરમિયાન VVPAT સ્લિપની 100 ટકા ગણતરી માટેની અરજી ફગાવી, સુપ્રીમ કોર્ટે કરી ટિપ્પણી

સુપ્રીમ કોર્ટે સોમવારે ઈલેક્ટ્રોનિક કાઉન્ટિંગ ઉપરાંત વોટર વેરિફાઈડ પેપર ઓડિટ ટ્રેઈલ સ્લિપની 100 ટકા હાથ વડે ગણતરી હાથ ધરવા માટે ચૂંટણી પંચને નિર્દેશ આપવાની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ સંજય કુમાર અને કેવી વિશ્વનાથનની બેંચ આ મુદ્દે દિલ્હી હાઈકોર્ટના 12 ઓગસ્ટ, 2024ના ચુકાદા સામે હંસ રાજ જૈનની અરજી પર વિચાર કરી રહી હતી.
CJI સંજીવ ખન્ના અને જસ્ટિસ સંજય કુમાર અને KV વિશ્વનાથનની બેન્ચ આ મામલે દિલ્હી હાઈકોર્ટના ચુકાદા સામે હંસ રાજ જૈનની અરજી પર વિચાર કરી રહી હતી.
CJIએ અરજી ફગાવી
CJI સંજીવ ખન્નાએ અપીલને ફગાવી દેતાં કહ્યું હતું કે.. દિલ્હી હાઈકોર્ટના નિર્ણયમાં દખલ કરવા માટે કોઈ સારું કારણ મળ્યું નથી. સ્પેશિયલ લીવ પિટિશન ફગાવી દેવામાં આવે છે…મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે.. તેમની આગેવાની હેઠળની સર્વોચ્ચ અદાલતની બેન્ચે અગાઉ સમાન મુદ્દાઓ ઉઠાવતા ચુકાદો આપ્યો હતો…દલીલને વારંવાર પુનરાવર્તિત કરી શકાતી નથી.
VVPAT રેકોર્ડ્સ સાથે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન ડેટાના 100 ટકા ક્રોસ-વેરિફિકેશનની માંગ કરતી અરજીઓને ફગાવીને, સુપ્રીમ કોર્ટે તે સમયે કહ્યું હતું કે EVM સલામત, સરળ, સુરક્ષિત અને વપરાશકર્તા મૈત્રીપૂર્ણ છે.
- Advertisement -
- Advertisement -