26.2 C
Ahmedabad
Thursday, March 5, 2026

જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં વકફ બિલ પર હંગામો, NC ધારાસભ્યોએ બિલની નકલો ફાડી નાખી


જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં સોમવારે ભારે હોબાળો થયો હતો..નેશનલ કોન્ફરન્સ  અને અન્ય વિરોધ પક્ષોના ધારાસભ્યોએ વકફ સુધારા કાયદા પર ચર્ચાની માંગ સાથે સ્થગિત દરખાસ્ત દાખલ કરી હતી.

સ્પીકર અબ્દુલ રહીમ રાથેરે નિયમોને ટાંકીને આ પ્રસ્તાવને ફગાવી દીધો હતો.. ત્યારબાદ વિપક્ષના સભ્યો ગુસ્સે થઈ ગયા હતા…વિપક્ષના સભ્યોએ  ગૃહમાં સૂત્રોચ્ચાર પણ કર્યો હતો. વિપક્ષનું કહેવું છે કે,, આ ખૂબ જ સંવેદનશીલ મુદ્દો છે.. જનતાની ભાવનાઓ સાથે જોડાયેલો છે.. જેના પર ગૃહમાં ચર્ચા થવાની જરૂર છે. શાસક પક્ષની દલીલ છે કે,, આ મામલો સુપ્રીમ કોર્ટમાં વિચારણા હેઠળ છે.. તેથી વિધાનસભામાં તેની ચર્ચા થઈ શકે નહીં.

સ્પીકરે સ્થગિત દરખાસ્તને નકારી કાઢી હતી.. સ્પીકર અબ્દુલ રહીમ રાથેરે કહ્યું, “મેં નિયમો જોયા છે અને નિયમ 58 હેઠળ સુપ્રીમ કોર્ટમાં સબ-જ્યુડિસ હોય તેવા કોઈપણ મુદ્દા પર સ્થગિત દરખાસ્ત લાવી શકાતી નથી. આ મામલો સુપ્રીમ કોર્ટમાં હોવાથી અને મારી પાસે તેની નકલ પણ છે.. અમે તેના પર ચર્ચા કરી શકીએ નહીં.”

સ્પીકરના આ નિર્ણયથી નારાજ વિપક્ષના ધારાસભ્યોએ ગૃહમાં જોરદાર વિરોધ કર્યો અને સૂત્રોચ્ચાર કર્યા. તેમણે આરોપ લગાવ્યો કે સરકાર આ મુદ્દે ચર્ચાથી ભાગી રહી છે. એનસી ધારાસભ્યોએ નવા વકફ કાયદાની નકલ પણ ફાડી નાખી હતી..


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -