23 C
Ahmedabad
Thursday, March 5, 2026

જેકલીનની માતાનું નિધન, અભિનેત્રી અંતિમ સંસ્કાર કરવા સ્મશાન ગૃહ પહોંચી


બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝની માતા કિમ ફર્નાન્ડીઝનું નિધન થયું છે. હાર્ટ એટેક આવ્યા બાદ 24 માર્ચે મુંબઈના બાંદ્રામાં લીલાવતી હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા..હોસ્પિટલમાં 13 દિવસ સુધી સંઘર્ષ કર્યા બાદ આજે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

જેકલીનની માતાના નિધનના સમાચાર સામે આવ્યા બાદ અભિનેત્રીના પિતા એલરોય ફર્નાન્ડીઝ અન્ય નજીકના સંબંધીઓ સાથે હોસ્પિટલ પહોંચ્યા હતા.અભિનેત્રીએ હજુ સુધી તેની માતાના નિધન અંગે કોઈ સત્તાવાર નિવેદન જારી કર્યું નથી.જો કે અભિનેત્રીનો હોસ્પિટલ પહોંચવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો..

અભિનેત્રી તેના પિતા એલરોય ફર્નાન્ડીઝ સાથે સ્મશાનગૃહ પહોંચતી જોવા મળી હતી. અભિનેત્રી સફેદ પોશાક પહેરેલી જોવા મળી હતી.. જેમાં તેનો ચહેરો માસ્કથી ઢંકાયેલો હતો. બહેરીનના મનામામાં રહેતી કિમને અગાઉ 2022માં પણ આવી જ સ્વાસ્થ્ય સંકટનો સામનો કરવો પડ્યો હતો.. અને તે સમયે પણ તેને બહેરીનની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

ફિલ્મ ‘ફતેહ’માં જેકલીનનો કો-સ્ટાર અને અભિનેતા સોનુ સૂદ પણ અભિનેત્રીની માતાને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. 24 માર્ચે તેની માતાને હોસ્પિટલમાં દાખલ કરવાના સમાચાર મળતા જ જેકલીન તરત જ ઘરે પરત આવી અને તેની સંભાળ લેવાનું શરૂ કર્યું. તે ઘણીવાર લીલાવતી હોસ્પિટલમાં તેની માતાને મળવા જતી જોવા મળતી હતી..આ મુશ્કેલ સમયમાં તેની નજીક રહી હતી.તેની માતાની નાદુરસ્ત તબિયતને કારણે અભિનેત્રીએ ગયા મહિને ગુવાહાટીમાં ઈન્ડિયન પ્રીમિયર લીગના ઉદ્ઘાટન સમારોહમાં પરફોર્મ કર્યું ન હતું.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -