BIMSTEC: PM મોદીએ સભ્ય દેશોને UPIમાં જોડાવાનો પ્રસ્તાવ મૂક્યો

BIMSTEC દેશોમાં ભારતનું વર્ચસ્વ ચાલુ છે. થાઈલેન્ડમાં આયોજિત છઠ્ઠી BIMSTEC સમિટમાં PM નરેન્દ્ર મોદીએ સભ્ય દેશોને UPI સાથે જોડાવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેમણે કહ્યું કે, આનાથી આ વિસ્તારમાં વેપાર, વ્યાપાર અને પ્રવાસનને પ્રોત્સાહન મળી શકે છે. આ ઉપરાંત, વડાપ્રધાને BIMSTEC ચેમ્બર ઑફ કોમર્સની સ્થાપના કરવા, વાર્ષિક વેપાર સમિટનું આયોજન કરવા અને પ્રદેશમાં સ્થાનિક ચલણમાં વેપારને પ્રોત્સાહન આપવાની શક્યતાઓ શોધવાનો પણ પ્રસ્તાવ મૂક્યો હતો.
સંબોધનની શરૂઆત કરતા, પીએમ મોદીએ સૌપ્રથમ 28 માર્ચે મ્યાનમાર અને થાઈલેન્ડમાં આવેલા વિનાશક ભૂકંપમાં જીવન અને સંપત્તિના નુકસાન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે આપત્તિ વ્યવસ્થાપન માટે ભારતમાં BIMSTEC સેન્ટર ઑફ એક્સેલન્સની સ્થાપનાની દરખાસ્ત પણ કરી હતી. આપત્તિની તૈયારી, રાહત અને પુનર્વસનમાં સહકાર આપવો
વડાપ્રધાને કહ્યું કે,, BIMSTEC દક્ષિણ એશિયા અને દક્ષિણ-પૂર્વ એશિયાને જોડતા પુલ તરીકે કામ કરે છે. તે પ્રાદેશિક જોડાણ, સહકાર અને સમૃદ્ધિના નવા માર્ગો ખોલવા માટે એક અસરકારક પ્લેટફોર્મ તરીકે ઉભરી રહ્યું છે. પીએમ મોદીએ BIMSTEC જૂથના કાર્યક્ષેત્ર અને ક્ષમતાઓને વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે સિસ્ટમને સંસ્થાકીય બનાવવા માટે ગૃહ પ્રધાનોની પહેલની પ્રશંસા કરી હતી.. ભારતમાં પ્રથમ બેઠકનું આયોજન કરવાની પણ દરખાસ્ત કરી હતી.
તેમણે કહ્યું કે,, આ પ્લેટફોર્મ સાયબર અપરાધ, સાયબર સુરક્ષા જોખમો, આતંકવાદ અને ડ્રગ અને માનવ તસ્કરી સામેની લડાઈમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. હું આ વર્ષે ભારતમાં તેની પ્રથમ બેઠક યોજવાનો પ્રસ્તાવ મૂકું છું. વડાપ્રધાને કહ્યું કે,, તેઓ BIMSTEC દેશો સાથે ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થાપનામાં ભારતના અનુભવને શેર કરવામાં ખુશ થશે.
PM મોદીએ કહ્યું કે,, હું ભારતના યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI)ને BIMSTEC ક્ષેત્રની પેમેન્ટ સિસ્ટમ્સ સાથે લિંક કરવાનો પ્રસ્તાવ મૂકું છું. તેનાથી વેપાર, ઉદ્યોગ અને પ્રવાસન તમામ સ્તરે લાભ થશે. PM મોદીએ કહ્યું કે,, હું BIMSTEC પ્રદેશમાં સ્થાનિક કરન્સીમાં વેપારને પ્રોત્સાહન આપવા માટે સંભવિતતા અભ્યાસ હાથ ધરવાનું પણ સૂચન કરું છું.
- Advertisement -
- Advertisement -