ઝારખંડમાં 21 સ્થળો પર EDના દરોડા, આયુષ્માન સ્કીમ કૌભાંડમાં કાર્યવાહી

ઝારખંડમાં 21 સ્થળો પર EDના દરોડા પાડવામાં આવ્યા..આયુષ્માન યોજના કૌભાંડમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. આરોપ છે કે,, સારવાર વિના પૈસાનો દાવો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ચૂકવણી બંધ કરી દેવામાં આવી હતી. ED હવે મની લોન્ડરિંગ હેઠળ આ મામલાની તપાસ કરી રહી છે. 212 હોસ્પિટલો, વીમા અને ફાર્માસ્યુટિકલ કંપનીઓ તપાસ હેઠળ છે. દર્દીને દાખલ કર્યા વગર પેમેન્ટ લેવામાં આવ્યું હતું. રૂપિયા 40 કરોડથી વધુની ચુકવણી હજુ બાકી છે.
આ મામલામાં યુપી, પશ્ચિમ બંગાળ અને દિલ્હીમાં પણ કેટલાક સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર EDની ટીમો વહેલી સવારે આ સ્થળોએ પહોંચી હતી..સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો…આ દરમિયાન મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા હતા. ઝારખંડ સહિત ચાર રાજ્યોમાં એક સાથે દરોડા પાડવામાં આવ્યા હતા. આયુષ્માન યોજના હેઠળ હોસ્પિટલોને આપવામાં આવેલા ભંડોળનો મોટા પાયે દુરુપયોગ કરવામાં આવ્યો હતો.
તપાસમાં બહાર આવ્યું છે કે,, કેટલીક હોસ્પિટલોએ દર્દીઓને દાખલ કર્યા વિના સારવારના નામે કેન્દ્ર સરકાર પાસેથી ભંડોળ મેળવ્યું હતું. ઝારખંડમાં આયુષ્માન યોજના હેઠળ નોંધાયેલી 750 થી વધુ હોસ્પિટલોમાંથી ઘણી પર આવી છેતરપિંડીનો આરોપ છે…તપાસ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. જોકે, EDના અધિકારીઓએ હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી.
- Advertisement -
- Advertisement -