24.2 C
Ahmedabad
Friday, March 6, 2026

પીઢ અભિનેતા મનોજ કુમારનું નિધન, 87 વર્ષની વયે દુનિયાને અલવિદા


બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે… હિન્દી ફિલ્મ ઉદ્યોગના પીઢ અભિનેતા અને ફિલ્મ નિર્દેશક મનોજ કુમાર હવે આ દુનિયામાં નથી. મનોજ કુમારએ 87 વર્ષની વયે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. પીઢ અભિનેતાના નિધનથી ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે.

ભારત કુમારે વિદાય લીધી

મનોજ કુમારને ‘ભારત કુમાર’ તરીકે પણ ઓળખવામાં આવતા હતા. કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા…મનોજ કુમાર ઘણા દિવસોથી બીમાર હતા.. હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી..શુક્રવારે સવારે તેઓએ આ દુનિયાને અલવિદા કહ્યું હતુ.. જ્યારથી મનોજ કુમારના નિધનના સમાચાર આવ્યા છે ત્યારથી સ્ટાર્સ અને ફેન્સ સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

દેશભક્તિની ફિલ્મો માટે જાણીતા 

24 જુલાઈ 1937ના રોજ જન્મેલા મનોજ કુમારનું અસલી નામ હરિકૃષ્ણ ગિરી ગોસ્વામી છે. ફિલ્મોમાં આવ્યા પછી તેણે પોતાનું નામ બદલીને મનોજ કુમાર રાખ્યું હતુ..મનોજ કુમાર તેમની દેશભક્તિની ફિલ્મો માટે જાણીતા હતા. આ કારણથી તેમને બોલિવૂડના ‘ભારત કુમાર’ કહેવામાં આવતા હતા.

મનોજ કુમાર અભિનયની સાથે સાથે તેમના ઉત્તમ નિર્દેશન માટે પણ જાણીતા છે. તેમણે દેશભક્તિ પર બનેલી ઘણી ફિલ્મોમાં માત્ર અભિનય જ નથી કર્યો પણ આ ફિલ્મોનું નિર્દેશન પણ કર્યું છે. ફિલ્મોની વાત કરીએ તો, મનોજ તેની ‘શહીદ’, ‘ઉપકાર’, ‘પૂરબ ઔર પશ્ચિમ’ અને ‘રોટી કપડા ઔર મકાન’, ‘દસ નંબરી’ અને ‘ક્રાંતિ’ માટે જાણીતો છે. એટલું જ નહીં, ભારતીય સિનેમામાં યોગદાન બદલ મનોજ કુમારને 1992માં પદ્મશ્રી અને 2015માં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -