વાતાવરણમાં પલટો : રખિયાલ પંથકમાં ધુમ્મસ છવાયું,,મોર્નિંગ વોકમાં નીકળતા લોકોને હિલ સ્ટેશન જેવો અહેસાસ થયો

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના રખિયાલ વિસ્તારમાં ધુમ્મસનું વાતાવરણ જોવા મળ્યું હતુ..ધુમ્મસ એટલી હદે વધારે હતુ કે જેના કારણે વાહન ચાલકોને લાઇટ ચાલુ કરવાની ફરજ પડી હતી…

સવારે મોર્નિગ વોકમાં નીકળતા ગ્રામજનો ખુશનુમા વાતાવરણ જોઇને ખુશખુશાલ થઇ ગયા હતા…. લોકોએ જાણે કે હિલ સ્ટેશન પર હોય તેવો અહેસાસ કર્યો હતો..રખિયાલ સહિત આસપાસના વિસ્તારમાં પણ ધુમ્મસ છવાયું હોવાના સમાચાર મળી રહ્યાં છે….ધુમ્મસના કારણે ખેતી પાકમાં નુકસાન થવાની ચિંતા ખેડૂતોએ વ્યક્ત કરી હતી..ખાસ કરીને ઘઉંના પાકમાં હવા ભરાઇ જવાની ભીતી ખેડૂતોએ સેવી હતી…
- Advertisement -
- Advertisement -