વક્ફ સુધારા બિલ : ‘શું તમે મને ધમકી આપવા માંગો છો ભાઈ?’: અમિત શાહે વિપક્ષ પર પ્રહાર કર્યા….

લોકસભામાં વક્ફ સુધારા બિલ પર ચર્ચામાં ભાગ લેતી વખતે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બિલ અંગે ફેલાવવામાં આવી રહેલી મૂંઝવણ માટે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતાં..અમિત શાહે તમામ પ્રકારની મૂંઝવણ પર કહ્યું કે આ બિલ વકફ મિલકતની જાળવણી માટે છે…વકફ જમીન પર કબજો કરવા માટે નહીં. તેમણે કહ્યું કે આનાથી બેરોજગાર મુસ્લિમોને ફાયદો થશે. વકફની આવક વધશે…
વિપક્ષ દ્વારા લોકોને ગેરમાર્ગે દોરવા અંગે અમિત શાહે કહ્યું કે અહીં એક સભ્યએ તો એમ પણ કહ્યું કે લઘુમતીઓ આ કાયદાને સ્વીકારશે નહીં. …શું તમે મને ધમકાવવા માંગો છો ભાઈ? આ સંસદનો કાયદો છે…બધાએ તેને સ્વીકારવો પડશે. ‘સ્વીકારશે નહીં’ નો અર્થ શું થાય છે? તમે એવું કેવી રીતે કહી શકો? તમે કાયદો સ્વીકારશો નહીં? આ કાયદો ભારત સરકારનો છે…દરેક વ્યક્તિ તેનાથી બંધાયેલા રહેશે અને તેને સ્વીકારવો પડશે.
- Advertisement -
- Advertisement -