મધ્યપ્રદેશમાં નક્સલવાદીઓ સાથે એન્કાઉન્ટર..જેના પર રૂપિયા 14 લાખનુ ઇનામ હતુ એવી 2 મહિલા નક્સલી ઠાર

મધ્યપ્રદેશના મંડલા જિલ્લામાં બુધવારે સવારે પોલીસ સાથેની અથડામણમાં બે મહિલા નક્સલવાદીઓને ઠાર કરવામાં આવી હતી..ડીજીપીએ જણાવ્યું કે,, આ એન્કાઉન્ટર બિછિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયું હતું. સ્થળ પરથી એક SLR રાઈફલ, એક સામાન્ય રાઈફલ, એક વાયરલેસ સેટ અને દૈનિક ઉપયોગની કેટલીક વસ્તુઓ મળી આવી હતી. બંને મહિલા નક્સલવાદીઓ પર 14-14 લાખ રૂપિયાનું ઈનામ હતું.
સીએમ મોહન યાદવે જણાવ્યું કે,, મંડલા જિલ્લામાં માર્યા ગયેલી આ મહિલા નક્સલવાદીઓના નામ પ્રતિમા અને મમતા હતા.. જેમના પર 14-14 લાખ રૂપિયાનું ઈનામ રાખવામાં આવ્યું હતું. પોલીસે આતંકવાદ સામે કડક કાર્યવાહી કરીને ઠાર કર્યા. બંને પાસેથી હથિયારો પણ મળી આવ્યા હતા.
સીએમ મોહન યાદવે કહ્યું છે કે,, મધ્યપ્રદેશના કોઈપણ વિસ્તારમાં નક્સલવાદીઓ બાકી ન રહે તે સુનિશ્ચિત કરવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ માટે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. છેલ્લા એક વર્ષમાં 10થી વધુ નક્સલવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે. ખાસ વાત એ છે કે અમારા પોલીસ દળના કોઈ સભ્યને નુકસાન થયું નથી. મારા પોતાના પોલીસ દળના જવાનોને અભિનંદન…
- Advertisement -
- Advertisement -