23.9 C
Ahmedabad
Friday, March 6, 2026

ચારધામ યાત્રા: જોલી ગ્રાન્ટથી બે ધામ સુધી હવાઈ સેવા, 70 ટકા સુધી હેલિકોપ્ટર બુકિંગ, જાણો કેટલું છે ભાડું…


ચારધામ યાત્રાને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે…ત્યારે 20 જૂન સુધી જોલી ગ્રાન્ટથી બદ્રીનાથ અને કેદારનાથના બે ધામો માટે હેલિકોપ્ટરનું બુકિંગ 70 ટકા સુધી પહોંચી ગયું છે. અક્ષય તૃતીયાના દિવસે ગંગોત્રી, યમુનોત્રીના દ્વાર 30 એપ્રિલે, કેદારનાથ 2જી મેના રોજ અને બદ્રીનાથના દ્વાર 4 મેના રોજ ખુલશે.

રૂદ્રાક્ષ એવિએશને 20 જૂન સુધી 70 ટકા બુકિંગ પૂર્ણ કરી લીધું છે. કંપનીનું MI 17 ડબલ એન્જિન હેલિકોપ્ટર મેના રોજ જોલીગ્રાન્ટ હેલિપેડ પર પહોંચશે.

2 મેથી, હેલિકોપ્ટર કુલ વીસ ભક્તોને લઈને જોલી ગ્રાન્ટથી ઉપડશે. બંને ધામની મુલાકાત લીધા બાદ એટલી જ સંખ્યામાં ભક્તો જોલી ગ્રાન્ટમાં પરત ફરશે. કંપનીના સમયપત્રકમાં એક દિવસમાં બે ધામોમાં દર્શન અને રાત્રિ રોકાણની સુવિધા પણ સામેલ હશે. રોયલ્ટીમાં વધારાને કારણે આ વખતે ભક્ત દીઠ ભાડામાં થોડો વધારો કરવામાં આવ્યો છે. કંપનીના અધિકારીઓના જણાવ્યા અનુસાર,, જોલી ગ્રાન્ટમાંથી બંને ધામોનું બુકિંગ 20 જૂન સુધી જ થઈ રહ્યું છે. ત્યારબાદ વરસાદની સિઝન શરૂ થતાં હેલી સેવામાં બ્રેક લાગી જશે.

1.21 લાખ પ્રતિ યાત્રી ભાડું

રાજ્ય સરકાર દ્વારા રોયલ્ટી અને લેન્ડિંગ ચાર્જમાં વધારો કર્યા બાદ હેલી કંપનીએ બે ધામ માટે પ્રતિ પેસેન્જર ભાડામાં થોડો વધારો કર્યો છે. આ વખતે, રૂદ્રાક્ષ એવિએશનના MI 17 દ્વારા જોલી ગ્રાન્ટથી બે ધામ સુધીની મુસાફરી માટે પેસેન્જર દીઠ ભાડું રૂપિયા 1 લાખ 21 હજાર (તે જ દિવસે પરત) અને રૂ. 1 લાખ 41 હજાર (રાત્રી રોકાણ બાદ પરત) રહેશે. ગયા વર્ષે આ ભાડું 1 લાખ 11 હજાર રૂપિયા અને 1 લાખ 31 હજાર રૂપિયા પ્રતિ પેસેન્જર રાખવામાં આવ્યું હતું.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -