વધુ પડતું પાણી પીવું કિડની માટે ખતરનાક બની શકે… તેનાથી આ ગેરફાયદા થઈ શકે..

પાણી આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે. આપણા શરીરનો લગભગ 60 ટકા ભાગ પાણીથી ભરેલો છે. પાણી પીવાથી આપણું શરીર હાઇડ્રેટ રહે છે.. શરીરમાંથી તમામ કચરો અને ઝેરી પદાર્થો સરળતાથી બહાર નીકળી જાય છે. આ સાથે શરીરના તમામ અંગોને યોગ્ય રીતે કામ કરવા માટે પાણીની જરૂર પડે છે. પરંતુ જરૂરિયાત કરતાં વધુ પાણી પીવાથી શરીરને અનેક પ્રકારના નુકસાન થાય છે.. જેને ઓવરહાઈડ્રેશન તરીકે ઓળખવામાં આવે છે.
વધારે પાણી પીવાના ગેરફાયદા?
જ્યારે તમે જરૂરિયાત કરતાં વધુ પાણી પીઓ છો.. ત્યારે તમારે પાણીના ઝેર, નશા અને મગજને લગતી અન્ય ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. વધારે પાણી પીવાથી મગજ અને શરીરના કોષોમાં સોજો આવી જાય છે.જ્યારે મગજના કોષો ફૂલે છે.. ત્યારે તે મગજ પર દબાણ બનાવે છે..જેના કારણે તમારે મૂંઝવણ, નિંદ્રા અને માથાનો દુખાવો સહન કરવો પડી શકે છે. જ્યારે મગજ પર આ દબાણ વધે છે.. ત્યારે તે હાઈપરટેન્શન અને બ્રેડીકાર્ડિયા (ઓછા ધબકારા) જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે.
મેગ્નેશિયમ હૃદય માટે ખૂબ જ મહત્વપૂર્ણ
વધુ પડતા પાણીનું સેવન કરવાથી આપણા શરીરમાં રહેલા સોડિયમ પર ખૂબ જ ખરાબ અસર પડે છે. સોડિયમ એ આપણા શરીરમાં હાજર ઇલેક્ટ્રોલાઇટ છે.. જે કોષોની અંદર અને બહારના પ્રવાહીને સંતુલિત કરે છે. વધુ પડતું પાણી પીવાથી આપણા શરીરમાં સોડિયમનું સ્તર ઓછું થવા લાગે છે.. જેના કારણે શરીરમાં રહેલું પ્રવાહી કોષોની અંદર જાય છે.. જેના કારણે કોષોમાં સોજો આવવા લાગે છે.. અને વ્યક્તિ કોમામાં જઈ શકે છે અથવા તો મૃત્યુ પણ થઈ શકે છે.
કેટલું પાણી પીવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ?
જો કે, વ્યક્તિએ દિવસમાં કેટલું પાણી પીવું જોઈએ તે અંગે કોઈ માર્ગદર્શિકા નક્કી કરવામાં આવી નથી. તમારા શરીરને કેટલું પાણી જોઈએ છે.. તે તમે કેટલી શારીરિક પ્રવૃત્તિ કરો છો.. અને તમારા શરીરનું વજન શું છે તેના પર આધાર રાખે છે. આ ઉપરાંત હવામાન પણ આમાં મોટી ભૂમિકા ભજવે છે.નિષ્ણાંત ડોક્ટર અનુસાર, ‘સામાન્ય દિવસોમાં 3 લિટર અને ઉનાળામાં 3.5 લિટર પાણી પીવું સલામત માનવામાં આવે છે.’
વધારે પાણી પીવાથી કિડની પર શું અસર થાય ?
જરૂરિયાત કરતાં વધુ પાણી પીવાથી ઓવરહાઈડ્રેશનની સમસ્યા થાય છે.. ઓવરહાઈડ્રેશનની સીધી અસર આપણી કિડની પર પડે છે. ઘણા લોકો એવા હોય છે જેમને લાગે છે કે કિડનીને સ્વસ્થ રાખવા માટે વધુ પાણી પીવું જરૂરી છે. પરંતુ તે એવું નથી. સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, જ્યારે તમે વધુ પડતા પાણીનો વપરાશ કરો છો, ત્યારે તમારી કિડનીને કચરો દૂર કરવા માટે વધુ મહેનત કરવી પડે છે. આના કારણે હોર્મોનલ પ્રતિક્રિયા થાય છે..જેના કારણે તમે તણાવ અને થાક અનુભવો છો. જો તમે પુષ્કળ પાણી પીધા પછી પણ પેશાબ નથી કરતા, તો તે સૂચવે છે કે તમારી કિડની તેમની ક્ષમતા કરતા વધારે કામ કરી રહી છે.
નોંધ- ઉપર આપવામાં આવેલી માહિતી અને સૂચનો માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે જ રજૂ કરવામાં આવ્યા છે… અમે તેના પર કોઈપણ પ્રકારનો દાવો કરતા નથી.
- Advertisement -
- Advertisement -