24.4 C
Ahmedabad
Thursday, March 5, 2026

વકફ બિલ પર સરકાર પીછેહઠ કરવા તૈયાર નથી, અમિત શાહે કહ્યું- બિલ આ સત્રમાં આવશે.. કોઈએ ડરવાની જરૂર નથી


કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સ્પષ્ટ કર્યું કે વકફ સુધારા બિલ સંસદના વર્તમાન સત્રમાં ફરીથી રજૂ કરવામાં આવશે. સંસદનું બજેટ સત્ર 4 એપ્રિલ સુધી ચાલશે.. તેથી નક્કી કરવામાં આવ્યું છે કે સરકાર તેને બાકીના ચાર કાર્યકારી દિવસોમાં રજૂ કરવા જઈ રહી છે. ગત ચોમાસુ સત્ર દરમિયાન ઓગસ્ટ 2024માં આ બિલને સંયુક્ત સંસદીય સમિતિને મોકલવામાં આવ્યું હતું.

કોઈએ ડરવાની જરૂર નથી – શાહ

એક ટીવી ચેનલના કાર્યક્રમમાં શાહે કહ્યું કે,, પ્રસ્તાવિત કાયદાથી કોઈએ ડરવાની જરૂર નથી કારણ કે નરેન્દ્ર મોદી સરકાર બંધારણના દાયરામાં વકફ એક્ટમાં સુધારો કરી રહી છે. તેમણે વિપક્ષ પર જૂઠું બોલીને મુસ્લિમોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો..આ બિલ કોઈપણ મુસ્લિમના અધિકારોનું ઉલ્લંઘન કરશે નહીં.

‘દરેકને વિરોધ કરવાનો અધિકાર ‘

બિલના વિરોધ પર શાહે કહ્યું કે,, દરેકને વિરોધ કરવાનો અધિકાર છે..પરંતુ કોઈપણ વિવાદને કોર્ટમાં પડકારી શકાય છે.

‘બિલને બંધારણના દાયરામાં રાખવામાં આવ્યું’

કેન્દ્રીય ગૃહમંત્રીએ દાવો કર્યો કે,, કોંગ્રેસે વકફ એક્ટમાં એવા નિયમો બનાવ્યા જે બંધારણની ભાવના અનુસાર ન હતા. તેમણે કહ્યું કે,, અમે વકફ બિલને બંધારણના દાયરામાં રાખ્યું છે..જ્યારે કોંગ્રેસે પોતાના રાજકીય ફાયદા માટે કાયદાને તોડી નાખ્યો.

‘કોઈપણ બિલ બંધારણની ભાવનાથી ઉપર નથી’

અમિત શાહે કહ્યું કે,, કોઈપણ બિલ બંધારણની ભાવનાથી ઉપર ન હોઈ શકે. અમે તેને એવી રીતે બનાવી રહ્યા છીએ કે તેના નિર્ણયોને કોર્ટમાં પડકારી શકાય. સરકારના આદેશોને પણ કોર્ટમાં પડકારવામાં આવે છે.

123 મુખ્ય જગ્યાઓ વકફ મિલકત તરીકે જાહેર

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે વકફ બોર્ડે દિલ્હીમાં 123 મુખ્ય સ્થાનોને વકફ મિલકત તરીકે જાહેર કર્યા છે અને પ્રયાગરાજમાં ઐતિહાસિક ચંદ્રશેખર આઝાદ પાર્ક, જ્યાં આઝાદે પોતાનું જીવન બલિદાન આપ્યું હતું, તેને પણ વકફ મિલકત તરીકે જાહેર કરવામાં આવ્યું છે.

AIMPLBની જાહેરાત પર કાળી પટ્ટી પહેરીને નમાઝ અદા કરવામાં આવી 

AIMPLBની જાહેરાત પછી, દેશભરના મુસ્લિમોએ કાળી પટ્ટીઓ પહેરીને શુક્રવારની નમાજ અદા કરી. વાસ્તવમાં, AIMPLBએ જાહેરાત કરી હતી કે વકફ બિલના વિરોધમાં રમઝાનના છેલ્લા શુક્રવારે કાળી પટ્ટી પહેરીને નમાજ પઢવામાં આવે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -